Video: રસ્તા પર બિયર ભરેલી ટ્રક પલ્ટી, લેવા માટે લૂંટ મચી
ઉત્તરપ્રદેશના અલીગઢ માં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક્સીડંટમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરવા માટે લોકો આગળ તો આવ્યા પરંતુ લુટેરા બની ગયા.
ઉત્તરપ્રદેશના અલીગઢ માં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક્સીડંટમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરવા માટે લોકો આગળ તો આવ્યા પરંતુ લુટેરા બની ગયા. આપણે જણાવી દઈએ કે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. લોકોએ જયારે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક જોયો ત્યારે તેઓ બંને હાથમાં બિયર કેન લૂંટવા લાગ્યા.

રામઘાટ રોડ પર ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે ડિવાઈડર થી અથડાઈને બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. ટ્રકમાં ભરેલી બિયરની પેટીઓ બહાર નીકળી આવી. આ જોઈને લોકો બિયરની પેટીઓ પર તૂટી પડ્યા. જગ્યા પર પોલીસ પહોંચી અને સ્થિતિ કાબુમાં લીધી. બિયર ફેક્ટરીના કર્મચારી મહેન્દ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બિયર ભરેલો ટ્રક અલીગઢ થઈને ફિરોઝાબાદ જઈ રહ્યો હતો. પરંતુ ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે અચાનક સામે આવેલી ગાયને બચાવવાની કોશિશમાં ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને નિયંત્રણ ગુમાવી બેસી અને પલ્ટી ખાઈ ગયી.
આ ઘટના પછી જગ્યા પર પહોંચેલી ભીડે બિયરના ઘણા બોક્સ સાફ કરી નાખ્યા. કોઈ બિયરની કેન લઈને જઈ રહ્યો હતો તો કોઈ આખું બોક્સ લઈને જ ભાગી રહ્યો હતો. ઘટનાની સૂચના મળતા પોલીસ પહોંચી અને લોકોને ત્યારથી હટાવ્યા. ટ્રકમાં લગભગ 1280 બિયરની પેટીઓ રાખેલી હતી.












Click it and Unblock the Notifications
