For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવળાવ્યું

લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવળાવ્યું

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કોરોનાવાઈરસના નિયંત્રણ માટે આજે રાતે 12 વાગ્યે આખા દેશમાં 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. અગાઉ બેંગ્લોર સિટી પોલીસનો એક માનવીય ચેહરો જોવા મળ્યો. રાજ્યવ્યાપી પ્રતિબંધોને પગલે રસ્તા કાંઠે રહેતા ગરીબોને પોલીસે મફતમાં ખોરાક વહેંચ્યો. જેની ચારોતરફ પ્રશંસા થઈ રહી છે.જણાવી દઈએ કે કર્ણાટકમાં કોરોનાવાઈરસના ચાર નવા મામલાની પુષ્ટિ થયા બાદ મંગળવારે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 41 થઈ ગઈ છે.

બેંગ્લોર પોલીસે મશાલ આપી

બેંગ્લોર પોલીસે મશાલ આપી

મંગળવારે શહેરમાં એક જગ્યાએ જ્યારે પોલીસને કેટલાક લોકો એકઠા થઈને ઉભા દેખાયા. પોલીસે પૂછપરછ કરી તો તેઓ રોજમદાર મજૂર, બેઘર અને લૉકડાઉનને કારણે ફસાય ગયેલા લોકો છે. જે બાદ પોલીસે માનવતા દેખાડતા આ તમામને ખાવાનું ખવડાવ્યું. 6થી 7 લોકોને પોલીસે ખાવાનું ખવડાવ્યું.

બેઘરને ખોરાક આપ્યો

બેઘરને ખોરાક આપ્યો

કર્ણાટકમાં કોરોનાવાઈરસના આઠ નવા મામલાની પુષ્ટિ બાદ મંગળવારે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 41 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે એક સત્તાવાર સૂચનામાં કહ્યું કે કર્ણાટકમાં અત્યાર સુધી 41 મામલાની પુષ્ટિ થઈ છે. કુલ 41 મામલામાથી 24 મામલા બેંગ્લોરથી, પાંચ દક્ષિણ કન્નડથી, ત્રણ-ત્રણ કુલબુર્ગી અે ચિકબલ્લાપુરથી, બે-બે મૈસૂર અને ઉત્તરી કન્નડથી અને કોડાગુ અને ધારવાડથી એક-એક મામલા સામે આવ્યા છે.

કુલ 41 મામલા

કુલ 41 મામલા

કુલ 41 મામલામાં છ કેરળના યાત્રી છે, જેઓ હવાઈ અડ્ડા પર આવ્યા હતા અને કર્ણાટકમાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. મંગળવારે આઠ યાત્રીઓમાં સંક્રમણ થયાની પુષ્ટિ થઈ જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા કેરળના કાસરગોડના છે, જેમને ક્રમશઃ દુબઈ અને સાઉદી અરબની યાત્રા કરી હતી.ચાર લોકો મેંગ્લોર પહોંચ્યા હતા જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. અન્ય લોકોમાં બે લોકો કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના છે જેમણે દુબઈની યાત્રા કરી હતી.

Fact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ?Fact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ?

English summary
Bengaluru city Police provide food to needy during lockdown Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X