For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Betul Road Accident : બેતુલમાં કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 11 ના મોત

Betul Road Accident : મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ઝાલ્લરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માત 3 નવેમ્બરની રાત્રે 2 કલાકે સર્જાયો હતો. જેમાં એક કાર અને બસ અથડાઇ હતી, જેમાં કુલ 11 લોકોના મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

Betul Road Accident : મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ઝાલ્લરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માત 3 નવેમ્બરની રાત્રે 2 કલાકે સર્જાયો હતો. જેમાં એક કાર અને બસ અથડાઇ હતી, જેમાં કુલ 11 લોકોના મોત થયા હતા. આ સાથે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની જાણ થતા એસપી અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.

કારના ફુરચા કુરચા ઉડી ગયા

કારના ફુરચા કુરચા ઉડી ગયા

આ માર્ગ અકસ્માત વિશે માહિતી આપતા બેતુલના એસપી સિમલા પ્રસાદે જણાવ્યું હતું કે, ગુરુવારની રાત્રે લગભગ 2 કલાકે એક ખાનગીબસ અને કારમાં અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર તમામ લોકો મહારાષ્ટ્રના અમરાવતીથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાનતેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ડ્રાઈવરને ઝોંકુ આવી ગયું હતું, જે કારણે કાર પરથી પોતાનો કાબુગુમાવી દીધો હતા. જે બાદ કાર સીધી જઈને બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ફુરચા કુરચા ઉડી ગયાહતા.

મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ અકસ્માતની માહિતી મળતાં જ બેતુલ કલેક્ટર અને એસપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્યમાંજોડાઇ ગયા હતા.

આ દરમિયાન પોલીસે તાત્કાલિક કારમાંથી 7 મૃતદેહોને બહાર કાઢ્યા હતા, પરંતુ ચાર મૃતદેહોને કાર કાપીને બહારકાઢવા પડ્યા હતા. આ અકસ્માતમાં 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના મોત થયા હતા.

એસપી સિમલા પ્રસાદે જણાવ્યું કે, ગુરુવારનીરાત્રે લગભગ 2 કલાકે ખાલી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં 11 લોકો હતા, જે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આસાથે જ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાને જાહેર કરી 2 લાખ રૂપિયાની સહાય

વડાપ્રધાને જાહેર કરી 2 લાખ રૂપિયાની સહાય

આ ઘટના અંગે PMO દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન મોદીએ બેતુલમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યોછે. બસની ટક્કરમાં 11 લોકોના મોત થયા છે, તે તમામ મૃતકોના નજીકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

English summary
Betul Road Accident : 11 prople were killed in an accident between a car and a bus in Betul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X