For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવંત માને ભગતસિંહ અને કરતારસિંહ સરાભાને ભારત રત્ન આપવા માંગ કરી, જાણો શું કહ્યું?

લાંબા સમયથી ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓને ભારતરત્ન આપવા માંગ થઈ રહી છે ત્યારે હવે પંજાબ સરકારે ફરીથી આ માંગને દોહરાવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભગતસિંહ અને કરતારસિંહ સરભાને ભારત રત્ન આપવા માંગ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓને ભારતરત્ન આપવા માંગ થઈ રહી છે ત્યારે હવે પંજાબ સરકારે ફરીથી આ માંગને દોહરાવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભગતસિંહ અને કરતારસિંહ સરભાને ભારત રત્ન આપવા માંગ કરી છે. ભગવંત માન સરાભા ગામાં કરતારકસિંહ સરાભાની પુણ્યતિથી પર હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં ભગવંત માને કરતારસિંહ સરાભા અને ભગતસિંહને ભારતરત્ન આપવા માંગ કરી હતી.

bhagat singh

મુખ્યમંત્રી ભગવંત માને માંગ કરતા કહ્યું કે, શહીદ ભગતસિંહ, કરતાર સિંહ સરાભા, રાજગુરુ, સુખદેવ, લાલા લજપત રાય અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભારત રત્નથી સન્માનિત કરવાથી આ સન્માનની પ્રતિષ્ઠા વધશે. આ સિવાય ભગવંત માને કેન્દ્ર સરકારને પાસે કરતાર સિંહ સરભાને રાષ્ટ્રીય શહીદનો દરજ્જો આપવા પણ અપીલ કરી હતી.

ભગવંત માને પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, પંજાબ સરકાર આ મામલો કેન્દ્ર સરકાર સામે ઉઠાવશે. ભગવંત માને કહ્યું કે તેમની સરકારના પ્રયાસોને કારણે હવે મોહાલી એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે પહેલા જ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

મુખ્યમંત્રી ભગવંત માને આગળ કહ્યું કે,શહીદોના વારસાને જાળવવા એરપોર્ટ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓને શહીદોના નામ પર રાખવા જોઈએ. તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ કરશે. લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે 161 એકરમાં ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભગવંત માને મોટી વાત કરતા જણાવ્યુ કે, પંજાબ પોતાને સરાભાના વિજન મુજબ બનાવવા બંધાયેલું છે, જેમને 1915માં બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી, ત્યારે તેમની ઉમર માત્ર 19 વર્ષની હતી.

મુખ્યમંત્રી ભગવંત માને અહીં એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે, સરાભામાં સરકારી સિનિયર માધ્યમિક શાળાને સ્કૂલ ઓફ એમિનન્સ તરીકે વિકસાવવામાં આવશે. સરભાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ જ યુવાન શહીદને સાચી શ્રદ્ધાંજલિ હશે. મુખ્યમંત્રી શહીદ કરતાર સિંહ સરભાના પૈતૃક ઘરે પણ ગયા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

English summary
Bhagwant Ma demanded to give Bharat Ratna to Bhagat Singh and Kartar Singh Sarabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X