ભગવંત માન પંજાબને બનાવશે મેડિકલ એજ્યુકેશન હબ, આગામી 5 વર્ષમાં ખુલશે 16 નવી મેડિકલ કોલેજો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કરશે.
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કરશે. ભગવાન માને જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાને કારણે વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં જવું પડશે નહીં.

પંજાબ રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 25 થશે
મીડિયા અહેવાલો અનુસાર, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, સંગરુર, એસએએસ નગર, કપૂરથલા, હોશિયારપુર અને માલેરકોટલાખાતે આગામી પાંચ મેડિકલ કોલેજોની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું હતું કે, તેઓ પંજાબને મેડિકલનાહબમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છે. જે બાદ પંજાબ રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા વધીને 25 થશે.

હવે વિદ્યાર્થીઓને વિદેશ જવું પડશે નહીં
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબનો વિશ્વને વિશ્વસ્તરીય ડૉકટર્સ આપવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. મેડિકલએજ્યુકેશન માટે હવે વિદ્યાર્થીઓને વિદેશ જવું પડશે નહીં.
ભગવંત માને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યની કોઈપણ સરકારે પંજાબમાં ગુણવત્તાયુક્ત મેડિકલ કોલેજો સ્થાપવા પર ધ્યાનકેન્દ્રિત કર્યું નથી. પરિણામે રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે વિદેશ જવું પડે છે.

ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પણ આપવામાં આવશે
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાને કારણે મેડિકલ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને હવેયુક્રેન જેવા દેશોમાં જવું નહીં પડે. ઉલટું, આ મેડિકલ કોલેજોમાં આ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પણ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
