
ભગવંત માન પત્ની સાથે રસ્તા પર ખરીદી કરતા જોવા મળ્યા.
મોહાલી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિવાળીના તહેવાર વચ્ચે રસ્તા પરથી દિવડાઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી માન પત્ની સાથે ગુરુદ્વારા શ્રી અંબ સાહિબ મોહાલી ખાતે માથુ ટેકવવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાછા વળતા તેમને કાફલો રોકાવીને રસ્તા પર બેઠેલા કારીગરો પાસેથી દિવાઓ ખરીદ્યા હતા અને વાતચીક કરતા જોવા મળ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભગવંત માને ફટાકડા છોડીને ગ્રીન દિવાળી ઉજવવા વિનંતી કરી છે. આ સિવાય તેમણે કહ્યું છે કે લોકોએ ચાઈનીઝ લાઈટોની જગ્યાએ માટીના દિવાઓ વાપરવા માટે પણ વિનંતી કરી છે.
દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભગવંત માનના પત્નીએ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેમનું ઘર રોશનીથી સણગારેલુ જોવા મળી રહ્યું છે. ફોટોમાં મુખ્યમંત્રી માન કુર્તા પાયજામાં અને પાઘડીમાં જોવા મળી રહ્યા છે તો તેમની પત્ની સલવાર શુટમાં જોવા મળી રહી છે. દિવાળીના તહેવાર પર માન પત્ની સાથે ગુરુદ્વારા શ્રી અંબ સાહિબ મોહાલીમાં પુજા માટે પહોંચ્યા હતા.
પંજાબમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેવે લઈને પંજાબની બજારો અને મહત્વપુર્ણ સ્થાનોને રોશન કરાયા છે અને સુરક્ષા વ્યવસ્થા પણ મજબુત કરાઈ છે.