ભારત બંધ: મધ્યપ્રદેશ માં બે પોલીસકર્મીઓ પર હત્યાનો કેસ નોંધાયો

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનો ઘ્વારા રાખવામાં આવેલું ભારત બંધ હિંસક રૂપ લઇ ચૂક્યું છે. દેશ ભરમાં હિંસાની ખબર છે. પરંતુ મધ્યપ્રદેશ માં હાલત નાજુક છે. ભારત બંધ દરમિયાન થયેલી હિંસા મામલે મધ્યપ્રદેશ માં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે.

bharat bandh

મંગળવારે મધ્યપ્રદેશ ના ભિંડ, મુરેના અને ગ્વાલિયરમાં ભારત બંધ હિંસક થઇ ગયું હતું. બંધ દરમિયાન થયેલી હિંસામાં 7 લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ દરમિયાન સરકારી સંપત્તિને પણ ઘણું નુકશાન થયાની ખબર છે. ઘણા વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ અને કોલેજ આજે બંધ રાખવામાં આવ્યા છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

બીજી તરફ ભારત બંધ ને લઈને યુપીના ઘણા શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બંધ નો સૌથી વધુ અસર પશ્ચિમ ઉત્તરપ્રદેશ માં જોવા મળ્યો છે. હિંસામાં શિકાર થયેલા મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને મુઝફ્ફરનગર સહિત ઘણા વિસ્તારોમાં સ્કૂલ બંધ રાખવામાં આવી છે. મેરઠ માં બપોરે 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

મેરઠ માં સૌથી વધુ હિંસા
ઉત્તરપ્રદેશ ના મેરઠ માં સૌથી વધુ હિંસા થયી છે. આ હિંસા જોતા પ્રશાશન ઘ્વારા સ્કૂલ અને કોલેજ આજે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ જગ્યા પર પરીક્ષા હોય તો તેને કરાવવામાં આવશે. જિલ્લાધિકારી ના આદેશ પર જિલ્લા વિધાયક નિરીક્ષક ગિરજેસ ચૌધરી ઘ્વારા આદેશ જાહેર કર્યો છે.

English summary
Bharat Bandh murder case registered on two policemen madhya pradesh

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.