For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh: ભારત બંધનો આજે બીજો દિવસ, જાણો શું થઈ શકે છે અસર

કેન્દ્ર સરકારની નીતિઓ સામે હજારો શ્રમિકો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવામાં આવી રહી છે અને આજે ભારત બંધનો બીજો દિવસ છે. જાણો શું થઈ શકે અસર.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારની નીતિઓ સામે હજારો શ્રમિકો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવામાં આવી રહી છે અને આજે ભારત બંધનો બીજો દિવસ છે. સોમવારે ભારત બંધના કારણે અમુક વિસ્તારોમાં લોકોને ઘણી મુશ્કેલીઓ થઈ અને સાર્વજનકિ ક્ષેત્રની ઘણી બેંકોમાં કામકાજ ઠપ્પ રહ્યુ. વળી, આજે પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સાર્વજનિક પરિવહન સેવાઓ ઠપ્પ

સાર્વજનિક પરિવહન સેવાઓ ઠપ્પ

તમને જણાવી દઈએ કે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળના પહેલા દિવસે પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સોમવારે સાર્વજનિક ક્ષેત્રની ઘણી બેંકોના કામકાજ પ્રભાવિત રહ્યા. સાથે જ સાર્વજનિક પરિવહન સેવાઓ ઠપ્પ રહી. વળી, આજે પણ બેંકો બંધ રહેવાની છે. શ્રમિકો, ખેડૂતો અને લોકોને પ્રભાવિત કરતી સરકારની નીતિઓના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મંચે 28 અને 29 માર્ચે દેશવ્યાપી હડતાળનુ આહ્વાન કર્યુ હતુ.

હડતાળની ખાસ્સી અસર જોવા મળી

હડતાળની ખાસ્સી અસર જોવા મળી

ભારત બંધને અખિલ ભારતીય અસંગઠિત કામગાર અને કર્મચારી કોંગ્રેસ તરફથી સમર્થન મળ્યુ છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધી બંધમાં શામેલ વર્ગોની માંગોના પક્ષમાં પોતાની વાત રાખતા રહ્યા છે. ઘણા રાજ્યોમાં આ હડતાળની ખાસ્સી અસર જોવા મળી રહી છે. ઈમરજન્સી સેવાઓને હડતાળમાંથી બહાર રાખવામાં આવી છે અને કેરળ ઉચ્ચ ન્યાયાલયે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ(BPCL)ની પાંચ યુનિયનોને હડતાળમાં ભાગ લેવાથી રોકી છે.

પોલિસે એક યાત્રા સુવિધાની વ્યવસ્થા કરી

પોલિસે એક યાત્રા સુવિધાની વ્યવસ્થા કરી

ભારત બંધના કારણે કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમ(KSRTC)એ પોતાની સેવાઓ રોકી દીધી છે. જેના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા. માત્ર અમુક ખાનગી વાહનો જોઈ શકાયા. લોકોને મુશ્કેલી ના થાય એ માટે રેલવે સ્ટેશનો, હોસ્પિટલો વગેરે જેવા સ્થાનો સુધી પહોંચવામાં મદદ કરવા માટે પોલિસે એક યાત્રા સુવિધાની વ્યવસ્થા કરી છે. પશ્ચિમ બંગાળમાં ટ્રેડ યુનિયનોએ રસ્તા પર વિરોધ કર્યો પરંતુ રાજ્ય સરકારે બધા કાર્યાલયોને ખુલ્લા રહેવા અને કર્મચારીઓને ફરજ પર આવવા માટે કહ્યુ છે.

સંગઠનોએ કર્યો ચક્કાજામ

સંગઠનોએ કર્યો ચક્કાજામ

પશ્ચિમ બંગાળમાં કાલે ભારત બંધના કારણે જાદવપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ ફ્રંટ સાથે જોડાયેલા સંગઠનોએ ચક્કાજામ કર્યો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પર વ્યાજ દર, ઈંધણની વધતી કિંમતો, બંધના આહ્વાનના અમુક કારણોમાંથી છે. ભાજપે પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આ પહેલી આવી હડતાળ છે.

English summary
Bharat Bandh: Today is the second day of Bharat Bandh, Know the effects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X