• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Farmers Protest Live: ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન

|

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા 13 દિવસોથી હરિયાણા અને પંજાબના ખેડૂત દિલ્લી બૉર્ડર પર અડગ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તેમની પાસે આવીને તેમની વાત સાંભળે અને આ કૃષિ કાયદાઓને પાછા લેવામાં આવે. ખેડૂતોની માંગને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના ઘણા નેતાઓનુ પણ સમર્થન મળ્યુ છે. વળી, સરકારનુ કહેવુ છે કે આ ત્રણે કાયદા ખેડૂતોની આવક વધારવા અને તેને સુરક્ષા આપવાના હેતુથી બનાવવામાં આવ્યા છે.

farmers

વાંચો, ખેડૂત આંદોલનની લાઈવ અપડેટ.

Newest First Oldest First
6:37 PM, 8 Dec
અમે દબાણમાં નથી, ખેડૂતોની સાથે છીએ: સીએમ અરવિંદ કેજરીવાલ
5:52 PM, 8 Dec
ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ બોલાવાયેલા ભારત બંધના સમર્થનમાં ખેડૂતોએ અમૃતસર-દિલ્હી હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
3:16 PM, 8 Dec
ભારત બંધની વચ્ચે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈટનું નિવેદન, આજે સાંજે સાત વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે બેઠક છે.
3:13 PM, 8 Dec
ઓલ ઈન્ડિયા વકીલ સંઘે ખેડુતોના ભારત બંધના સમર્થનમાં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વિરોધ દર્શાવતા કહ્યું હતું કે- આ કાયદા ન તો ખેડુતોની તરફેણમાં છે ન વકીલોની તરફેણમાં
2:51 PM, 8 Dec
ખેડુતોના ભારત બંધના સમર્થનમાં પુડુચેરીમાં ખેડૂત સંગઠનોએ વિરોધ યાત્રા કાઢી હતી, પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામી વિરોધમાં જોડાયા હતા
12:23 PM, 8 Dec
તેલંગાના
તેલંગાના
તેલંગાનાના રંગા રેડ્ડીમાં ખેડૂતોના સમર્થનમાં પોતાના કાર્યકર્તાએ સાથે ધરણા પર બેઠા ટીઆરએસ નેતા કવિતા અને કેટી રામારાવ, ખેડૂતોના ભારત બંધનુ કર્યુ સમર્થન.
12:22 PM, 8 Dec
મુખ્તાર અબ્બાસ નક્વી
મુખ્તાર અબ્બાસ નક્વી
ભારત બંધ વચ્ચે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીનો મોટો હુમલો, કહ્યુ - લોકોને ગુમરાહ કરીને દેશની છબીને બદનામ કરવા માંગે છે વિપક્ષ.
12:20 PM, 8 Dec
ગાઝિયાબાદ-ગાજીપુર બૉર્ડર
ગાઝિયાબાદ-ગાજીપુર બૉર્ડર
ગાઝિયાબાદ-ગાજીપુર બૉર્ડર પર ખેડ઼ૂત સંગઠનોએ કર્યુ વિરોધ પ્રદર્શન, ખેડૂતોએ કહ્યુ - જો સરકાર કોઈ કાયદો બનાવી શકે તો તેને પાછો પણ લઈ શકે છે, અમે ત્યાં સુધી નહિ હટીએ જ્યાં સુધી અમને લેખિતમાં આશ્વાસન ન મળે.
12:16 PM, 8 Dec
પંજાબ
પંજાબ
પંજાબના મોહાલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલ ખેડૂતોએ બ્લૉક કર્યો ચંદીગઢ હાઈવે, કેન્દ્ર સરકાર પાસે ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની માંગ
11:38 AM, 8 Dec
આસામના ગુવાહાટીમાં જનતા ભવન સામે ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે.
11:04 AM, 8 Dec
અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો તરફથી બોલાવવામાં આવેલ ભારત બંધ વચ્ચે આમ આદમી પાર્ટીએ લગાવ્યો દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરબંધ કરવાનો આરોપ.
10:35 AM, 8 Dec
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં સેન્ટર ઑફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સના કાર્યકર્તાઓએ કાઢી વિરોધ માર્ચ, કૃષિ કાયદા સામે ખેડૂતોએ ભારત બંધને આપ્યુ પૂરુ સમર્થન.
10:33 AM, 8 Dec
બિહાર
બિહાર
બિહારમાં ખેડૂતોના ભારત બંધનુ રાજદે કર્યુ સમર્થન, દરભંગાના ગંજ ચોક પર રાજદ કાર્યકર્તાઓએ ટાયરમાં લગાવી આગ.
10:33 AM, 8 Dec
કર્ણાટક
કર્ણાટક
કર્ણાટકના બેંગલુરુમાં વિધાનસભા પરિસરમમાં ગાંધી પ્રતિમા સામે ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ભારત બંધનુ કર્યુ સમર્થન
10:00 AM, 8 Dec
તેલંગાના
તેલંગાનામાં માર્ગ પરિવહન નિગમના કાર્યકર્તાઓએ કર્યુ ખેડૂતોના ભારત બંધનુ સમર્થન, રસ્તા પર ઉતરીને કૃષિ કાયદા સામે નારેબાજી.
9:58 AM, 8 Dec
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના ભારત બંધને ડાબેરીઓનુ સમર્થન, કોલકત્તામમાં જાદાબપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ પાર્ટીના કાર્યકર્તાઓએ રોકી ટ્રેન.
9:56 AM, 8 Dec
બિહાર
ખેડૂતોના ભારત બંધને જોતા બિહારના પટનામાં મોટી સંખ્યામાં સુરક્ષા બળો તૈનાત, રાજદે બિહારમાં કર્યુ છે ખેડૂતોના ભારત બંધનુ સમર્થન.
9:27 AM, 8 Dec
સિધુ બૉર્ડર
દિલ્લીની સિંધુ બૉર્ડર પર ભારે સંખ્યામાં સુરક્ષા બળો તૈનાત, સરકાર સાથે પાંચ તબક્કાની વાતચીત પરિણામહિન રહ્યા બાદ આજે ખેડૂતોએ બોલાવ્યુ છે ભારત બંધ.
9:26 AM, 8 Dec
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર આવ્યા ડાબેરી પક્ષો, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોએ કર્યુ છે ભારત બંધનુ આહ્વાાન.
9:08 AM, 8 Dec
રાકેશ ટિકેત
ભારત બંધ પહેલા ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ રાકેશ ટિકેતનુ નિવેદન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હશે અમારુ પ્રદર્શન, જો અમારા કારણે કોઈ 2-3 કલાક માટે ફસાય તો અમે તેને પાણી, ભોજન ઉપલબ્ધ કરાવીશુ.
9:04 AM, 8 Dec
દિલ્લીના બુરાડીમાં નિરંકારી સમાગમ મેદાનમાં સવારની પ્રાર્થના માટે જોડાયા ખેડૂત, આજે ખેડૂત સંગઠનોએ કેન્દ્રના કૃષિ કાયદા સામે બોલાવ્યુ છે ભારત બંધ.
9:01 AM, 8 Dec
ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયે આજે યોજાનારી બધી પરીક્ષાઓ સ્થગિત કરી. નવ ડિસેમ્બરે યોજાનાર પરીક્ષાઓ નિર્ધારિત સમયથી જ થશે.
8:59 AM, 8 Dec
ઓરિસ્સામાં આજે બધ સરકારી કાર્યાલય બંધ રહેશે. BJDએ કર્યુ સમર્થન.
8:57 AM, 8 Dec
ખેડૂતોનુ ભારત બંધ આજે, સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.

English summary
Bharat Bandh: trade unions banking transport services to be affected live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X