For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covaxin: ભારત બાયોટેકે કહ્યુ - ઈમરજન્સી યુઝ લાયસન્સ માટે 90% દસ્તાવેજ WHOને આપ્યા, જલ્દી મળશે મંજૂરી

કોવેક્સીનના ઈમરજન્સી યુઝ લાયસન્સ માટે જરૂરી 90 ટકા દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંગઠનને જમા કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે(બીબીઆઈએલ) સોમવારે(24 મે)એ જણાવ્યુ કે કોવેક્સીનના ઈમરજન્સી યુઝ લાયસન્સ માટે જરૂરી 90 ટકા દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ને જમા કરાવી દીધા છે અને બાકી બચેલા દસ્તાવેજ જૂન 2021માં જમા કરાવી દેવામાં આવશે. ફાર્મા કંપનીએ કહ્યુ કે તે ડબ્લ્યુએચઓને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે 'આશ્વસ્ત' છે. ભારત બાયોટેકે આ માહિતી અધિકૃત રીતે ભારત સરકારના અધિકારીઓને આપી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અપાતી કોવેક્સિનને હાલમાં ડબ્લ્યુએચઓએ ઈમરજન્સી ઉપયોગની યાદીમાં શામેલ કરી નથી. જો મંજૂરી મળી જાય તો કોવેક્સિન લગાવનાર લોકોને વિદેશ જવાની મંજૂરી મળી જશે.

bharat

WHOની વેબસાઈટ પર કોવેક્સિન વિશે શું અપડેટ છે?

જો કે ડબ્લ્યુએચઓની વેબસાઈટ પર 18 મેના રોજ EUL/PQ મૂલ્યાંકન પ્રક્રિયાની અંદર 'નવીનતમ કોવિડ-19 રસીને સ્થિતિ' માં જણાવવામાં આવ્યુ છે કે ભારત બાયોટેકે 19 એપ્રિલે EOI(રુચિની અભિવ્યક્તિ) રજૂ કરી અને 'વધુ માહિતીની જરૂર છે'. આ ડૉક્યુમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રી-સબમિશન મીટિંગ 'મે-જૂન 2021ની યોજના બનાવવાની આશા છે.'
ડબ્લ્યુએચઓ અનુસાર ઈમરજન્સી ઉપયોગ પ્રક્રિયા હેઠળ પ્રીક્વૉલિફિકેશન કે લિસ્ટીંગ માટે આને પ્રસ્તુત કરવુ ગોપનીય છે. જો મૂલ્યાંકન માટે સબમિટ કરવામાં આવેલ કોઈ ઉત્પાદ લિસ્ટિંગના માનદંડોને પૂરા કરતા જોવા મળે તો ડબ્લ્યુએચઓ પરિણામોને વ્યાપક રીતે પ્રકાશિત કરશે.

ડબ્લ્યુએચઓ અનુસાર ઈમરજન્સી યુઝ લાયસન્સની પ્રક્રિયાનો સમય વેક્સીન નિર્માતા દ્વારા પ્રસ્તુત ડેટાની ગુણવત્તા અને ડબ્લ્યુએચઓના માનદંડોને પૂરા કરતા ડેટા પર નિર્ભર કરે છે. 'વેક્સીન પાસપોર્ટ' વિશે ભારત બાયોટેકે કહ્યુ છે કે કોઈ પણ દેશમાં 'રસી પાસપોર્ટ' લાગુ નથી કર્યો. દુનિયાના અલગ અલગ દેશોમાં તેને લાગુ કરવાની વ્યવસ્થા છે. મોટાભાગના કેસોમાં યાત્રા દરમિયાન આરટી-પીસીઆર તપાસમાં કોવિડ-19 નેગેટીવ હોવાના પ્રમાણપત્રની જરૂર હોય છે.

English summary
Bharat Biotech submits 90% of documents for emergency use of Covaxin to WHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X