For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કેવો રાષ્ટ્રવાદ, 4 વર્ષ સેનામાં કામ કરો અને પછી જીવનભર બેરોજગાર રહોઃ રાહુલ ગાંધીનુ મોદી સરકાર પર નિશાન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધીને અગ્નિવીર યોજનાને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા.

|
Google Oneindia Gujarati News

માલેગાંવઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા બુધવારે મહારાષ્ટ્રના માલેગાંવ પહોંચી. જ્યાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધીને અગ્નિવીર યોજનાને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'મોદી સરકાર કહે છે કે અગ્નિવીર બનો, છ મહિના પ્રશિક્ષણ લો, ચાર વર્ષ સેનામાં કામ કરો અને પછી જીવનરભર બેરોજગાર થઈ જાવ, આ કેવો રાષ્ટ્રવાદ છે? એ અગ્નિવીરના નામે યુવાનોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે.'

rahul gandhi

મહારાષ્ટ્રના માલેગાંવમાં ભારત જોડો યાત્રા દરમિયાન જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, ' અમે બંધારણની રક્ષા માટે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યા છીએ. ખેડૂતની મૂળભૂત જરૂરિયાતો ડીઝલ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર છે પરંતુ વર્તમાન સરકાર આ વસ્તુઓના દરમાં વધારો કરી રહી છે. આ યાત્રાને આજ સુધીમાં 70 દિવસ થઈ ગયા છે, તમે આ યાત્રામાં કોઈ નફરત કે લડાઈ જોઈ છે? કોઈએ તમને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કર્યા નથી. અમે ક્યારેય કોઈને છોડ્યા નથી. આ ભારત જોડો યાત્રામાં ખેડૂતો, મજૂરો કે કામદારો ચાલે તો અમે તેમને ક્યારેય પાછળ છોડ્યા નથી, તેઓ અમારી સાથે ચાલે છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, 'ભારત જોડો યાત્રાની અસર ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં નહિ પરંતુ 2024ની ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળશે. તમે પૂછશો કે ગુજરાત અથવા હિમાચલની ચૂંટણી પર શું અસર થશે. તેની કોઈ અસર નહિ થાય. ભારત જોડો યાત્રાને મતબેંક સાથે કોઈ લેવાદેવા નથી. તેનો હેતુ રાજકારણથી પરે છે.આ રાજકીય ચોરો સામે રાજકીય લોકોની યાત્રા છે. આ યાત્રા એકતાને પ્રોત્સાહન આપશે, તેણે અમારી પાર્ટીને એક કરી છે. આનો પ્રભાવ 2024ની ચૂંટણીમાં જોવા મળશે.'

English summary
Bharat Jodo Yatra: Rahul Gandhi hits on Modi government for Agniveer scheme and inflation in Malegav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X