For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધી રોહિત વેમુલાની માતાને મળી થયા ભાવુક, ગળે મળીને કહી આ વાત

રાહુલ ગાંધીએ મંગળવારે રોહિત વેમુલાની માતા સાથે પણ મુલાકાત કરી. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન સાંસદ રાહુલ ગાંધીનુ અલગ જ રુપ જોવા મળી રહ્યુ છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં રાહુલ ગાંધી તેલંગાનામાં છે. તેઓ રોજ વિવિધ વર્ગોના લોકોને મળે છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે. તેમણે તેલંગાનાના આદિવાસી સમાજના લોકો સાથે આદિવાસી નૃત્ય કર્યુ હતુ. આ દરમિયાન મંગળવારે તેમણે રોહિત વેમુલાની માતા સાથે પણ મુલાકાત કરી.

rahul gandhi

રોહિત વેમુલાની માતાને મળવાનો ફોટો ખુદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યો છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ, રોહિત વેમુલા સામાજિક ભેદભાવ અને અન્યાય સામેના મારા સંઘર્ષનુ પ્રતીક છે અને રહેશે. રોહિતના માતાજીને મળીને પ્રવાસના ધ્યેય તરફના પગલાંઓને નવી હિંમત અને મનને નવી તાકાત મળી. તેલંગાણા બાદ ભારત જોડી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી પદયાત્રાની શરૂઆત કરી હતી. 30 સપ્ટેમ્બરે ગુંડલુપેટ થઈને કર્ણાટકમાં પ્રવેશ કર્યો. યાત્રાનો હેતુ પાર્ટીને મજબૂત કરવાનો છે. પાર્ટીનુ માનવુ છે કે યાત્રાના કારણે કોંગ્રેસને 2024ની લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે રોહિત વેમુલા હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પીએચડીનો વિદ્યાર્થી હતો. વેમુલાએ 17 જાન્યુઆરી 20216ના રોજ હૉસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વેમુલાને AVBP કાર્યકરો દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. જેના કારણે તેણે આ પગલુ ભર્યુ હતુ. આ ઘટનાને કારણે મોદી સરકારની પણ ખરાબ ટીકા થઈ હતી અને મોદી સરકાર પર દલિત વિરોધી રાજનીતિ કરવાનો આરોપ પણ લાગ્યો હતો.

English summary
Bharat Jodo Yatra: Rahul Gandhi meet Rohit Vemula mothers, said lakshya got new courage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X