For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ટર બ્લાસ્ટરને ભારત રત્નથી સન્માનિત કરાશે: રાષ્ટ્રપતિ ભવન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 નવેમ્બર: આ સમાચારના આવવાની સાથે જ સચિન પ્રેમિયોની ઇંતેજારીનો આખરે અંત આવ્યો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને દેશના સૌથી મોટા નાગરિક સમ્માન ભારત રત્નના પુરસ્કારથી સમ્માનવામાં આવશે. આની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનમાંથી કરવામાં કરવામાં આવી છે.

સચિને પોતાની ફેરવેલ સ્પિચમાં સૌનો આભાર માન્યો હતો. અને તેમણે પોતાની માતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મને નથી ખબર કે મારા જેવા શરારતીને તેમણે કેવી રીતે ઉછેર્યો હશે. સચિન તેંડુલકરે પોતાના ભારત રત્નનું સમ્માન પોતાની માતાને સમર્પિત કર્યું છે.

આખું ભારત સચિન માટે ભારત રત્ન માટે સતત માંગ કરી રહ્યું હતું પરંતુ ટેકનીકલી કારણોથી આ મામલે કોઇ નિર્ણય લેવાઇ ન્હોતો રહ્યો. સચિને આજે જ ક્રિકેટ જગતમાંથી સન્યાસ લઇ લીધો છે. અને સાંજ થતા થતા જ સરકારે સચિનને ભારત રત્નથી સમ્માનવાની જાહેરાત કરી દીધી છે.

sachin
આ સાંભળીને સચિનના ચાહકોમાં ખુશીની લહેર ઊઠી ગઇ છે. અને લોકોએ પોતાની પ્રતિક્રિયા ફેસબુક અને ટ્વિટર પર લખવાનું ચાલુ કરી દીધું છે, લોકો કહે છે કે સચિન ખરેખર ભારતરત્ન છે અને તેઓ આ પુરસ્કારના હકદાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ રસાયણ વૈજ્ઞાનિક સીએન. આર. રાવને પણ આપવામાં આવશે. રાવે અત્યાર સુધી 14000 રિસર્સ પેપર અને 45 પુસ્તકો લખી છે અને દેશને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપાવી છે.

English summary
The Bharat Ratna, the highest civilian award is being conferred on eminent scientist Prof C.N.R.Rao and cricket icon Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X