For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિજિટલ ઈન્ડિયાની પહેલ " ભાષિણી" ભારતીય ભાષાઓ માટે નવા માર્ગો ખોલશે

ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ દેશને સમર્પિત કરવામાં આવી જેમાંની એક છે ભાષિણી.

બાકીની 11 ભાષાઓ પર કામ ચાલુ છે

બાકીની 11 ભાષાઓ પર કામ ચાલુ છે

ભાષિણીનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોને તેમની પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો સરળ ઍક્સેસ આપવા અનેભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ વધારવાનો છે.

ભાષિણીમાં ગુજરાતી સહિત કુલ 22 બંધારણીય ભારતીય ભાષાઓમાં હિન્દી અને અંગ્રેજીનો પણસમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 11 ભાષાઓ પર કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, જ્યારે બાકીની 11 ભાષાઓ પર કામ ચાલુ છે.

લખીને, બોલીને, જોઇને અને સાંભળીને કરી શકાય છે ભાષાદાન

લખીને, બોલીને, જોઇને અને સાંભળીને કરી શકાય છે ભાષાદાન

ભાષિણીનો વ્યાપ વધારવા ભાષાદાનની આવશ્યકતા છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને www.bhashini.gov.inપર ભાષાનું દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

ભાષિણી વેબસાઈટ પર લખીને, બોલીને, જોઇને અને સાંભળીને ભાષાદાન કરી શકાય છે.ભાષાઓના દાન થકી સમગ્ર ડેટા એકત્ર કરવામાં આવશે અને તેને એપના માધ્યમથી નાગરિકો સુધી પહોચાડવામાં આવશે.

ભાષાવર્સ નામની પ્રયોગાત્મક એપ્લિકેશન બનાવાઈ

ભાષાવર્સ નામની પ્રયોગાત્મક એપ્લિકેશન બનાવાઈ

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Meity)ના મનોજ કુમાર કહે છે કે, મંત્રાલય દ્વારા ભાષાવર્સ નામની પ્રયોગાત્મકએપ્લિકેશન બનાવાઈ છે, જેના પર પ્રયોગો દ્વારા એકત્રિત ડેટા પર સંશોધન અને વિકાસ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI મોડેલ્સબનાવાશે, જે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

AI મોડેલ્સ બનાવવા માટે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે

AI મોડેલ્સ બનાવવા માટે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે

વધુમાં AI મોડેલ્સ બનાવવા માટે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે, જેમાં આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મદ્રાસ,આઈઆઈટી હૈદરાબાદ, જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી, સીડેક-પુણે અને કોલકાતા વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી આઈઆઈટી બોમ્બેઅગ્રણી ભૂમિકા નિભાવી હાલ બે વિશેષ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ભાષિણી એપ્લિકેશનનું વિઝન ભાષા અવરોધોને દૂર કરનું છે

ભાષિણી એપ્લિકેશનનું વિઝન ભાષા અવરોધોને દૂર કરનું છે

ઇશાન અને વિદ્યાપતિ જેમાં અંગ્રેજી-આસામીઝ, બોડો, મણિપુરી, નેપાળી, હિન્દી-મણિપુરી વગેરે ભાષાઓનું અનુવાદ ચાલી રહ્યું છે. ભાષિણીએપ્લિકેશનનું વિઝન, ભાષા અવરોધોને દૂર કરવાના હેતુથી ફાળો આપનાર, ભાગીદારી સંસ્થાઓ અને નાગરિકોના વૈવિધ્યસભરઇકોસિસ્ટમને સક્ષમ કરવા માટે ભાષા તકનિકીઓ, આત્મનિર્ભર ભારતમાં ડિજિટલ સમાવેશ અને ડિજિટલી સશક્ત કરવાનો છે.

સ્થાનિક ભાષામાં નવીન શબ્દભંડોળ પણ વધશે

સ્થાનિક ભાષામાં નવીન શબ્દભંડોળ પણ વધશે

ભાષા ટેક્નોલોજી સોલ્યુશન્સ વિકસાવવા માટે ભાષા ડેટાસેટ્સ અને AI ટેક્નોલોજી બનાવીને ભાષિણી તમામ ભારતીયો માટે વધુ સમાવિષ્ટભવિષ્યને સક્ષમ બનાવશે.

જેમાં ઈન્ટરનેટ, માહિતી, સેવાઓ અને એપ્સને પોતાની ભાષામાં સરળતાથી ઍક્સેસ કરવા જેમાં વોઈસએક્સેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ભાષામાં બનાવેલા વીડિયો, ઓડિયો અને દસ્તાવેજો પોતાની ભાષામાં શોધવા, જોવાઅને સાંભળવા મળશે.

જેના પરિણામે આરોગ્ય સંભાળ, એન્જિનિયરિંગ અને કાયદાઓ જેવા વિવિધ ક્ષેત્રોની સેવાઓને વધુ પ્રાધાન્ય અનેસ્થાનિક ભાષામાં નવીન શબ્દભંડોળ પણ વધશે. અન્ય ભારતીય ભાષા બોલનારા સાથે પોતાની ભાષામાં વાતચીત, બાળકોને માતૃભાષામાંડિજિટલ શિક્ષણ પણ મળી રહેશે.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના વધુ મજબૂત બનશે

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના વધુ મજબૂત બનશે

આમ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વર્ષ 2015થી સૌ પ્રથમ શરૂ કરાયેલ 'ડિજિટલ ઇન્ડિયા' થકી સરકારી-નાણાકીય સેવાઓ ઘેર બેઠા ઉપલબ્ધથવાની સાથે હવે ભારતની વિવિધ સ્થાનિક ભાષાઓમાં સંવાદ અને સમજણ વધવાથી એક બીજા રાજ્યોની ભાષા સરળતાથી સમજી શકાશે,જેથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના વધુ મજબૂત બનશે.

English summary
"Bhashini", an initiative of Digital India, will open new ways for Indian languages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X