For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરા ઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલ સેમિફાઈનલમાં!

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શુક્રવારે જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શુક્રવારે જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટેબલ ટેનિસની પેરાલિમ્પિક ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભાવિના પટેલે સર્બિયાના બોરીસ્લાવા રેન્કોવિક પેરિક સામે શાનદાર પ્રદર્શન કરી અને એકતરફી જીત મેળવી. ભાવિનાએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો.

Bhavina Patel

ભાવિના પટેલ ભારત માટે પેરાલિમ્પિક્સ ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ભાવિનાએ બોરીસ્લાવને સીધા સેટમાં 11-5, 11-6 અને 11-7થી હરાવીને ત્રણેય સેટ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં બ્રાઝિલની જોસ ડી ઓલિવિરાને હરાવી પેરાલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

જો ભાવિના બીજી જીત મેળવવામાં સફળ રહેશે તો તે પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસ મેડલ જીતનાર દેશની પ્રથમ ખેલાડી બનશે. 34 વર્ષીય ભાવિનાએ તેની છેલ્લી મેચમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાનો સામનો કર્યો હતો, જેમાં તેને 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી.

મેચ બાદ ભાવિનાએ કહ્યું કે મારા કોચે મને કહ્યું કે મેચ દરમિયાન શરીરની શક્ય તેટલી નજીક રમવાનો પ્રયત્ન કર અને મેં પણ તે જ કર્યું, જેનો ફાયદો પણ મળ્યો અને ક્વાર્ટર ફાઇનલ મેચમાં વિશ્વની નંબર 2 ટેબલ ટેનિસ ખેલાડીને હરાવવામાં સફળ થઈ.

તમને જણાવી દઈએ કે સર્બિયાનો બોરીસ્લાવા પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સ્ટાર વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે છે તેમ છતાં ભાવિના તેના પર ભારે પડી અને ત્રણેય સેટ એકતરફી રીતે જીત્યા. બીજી તરફ ભારતની સોનલબેન મનુભાઈ પટેલ તેના બંને રાઉન્ડ હારી ગયા બાદ બહાર થઈ ગઈ છે.

English summary
Bhavina Patel in table tennis at Paralympics in semifinals!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X