For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને જોધપુર એરપોર્ટ પર રોક્યા, દલિત પરિવારને મળવા માંગે છે આઝાદ

રાજસ્થાનના જાલોરમાં દલિત વિદ્યાર્થીના મોત બાદ પીડિત પરિવારને મળવા જઈ રહેલા ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદને પોલિસે જોધપુર એરપોર્ટ પર રોકી દીધા છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનના જાલોરમાં દલિત વિદ્યાર્થીના મોત બાદ પીડિત પરિવારને મળવા જઈ રહેલા ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદને પોલિસે જોધપુર એરપોર્ટ પર રોકી દીધા છે. એક ટોચના પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ચંદ્રશેખરને જોધપુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે અને તેમની સાથે વાતચીત ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યુ કે પોલિસે તેમને જાલોર જતા અટકાવ્યા હતા. તેમની સાથે વાત કરવામાં આવી રહી છે. જાલોરના સુરાણા ખાતે વધારાની પોલિસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જેથી ભીમ આર્મીના નેતાઓની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા નિયંત્રિત રહે.

Chandrashekhar Azad

શિક્ષકની પિટાઈ બાદ છાત્રનુ મોત

20 જુલાઈના રોજ જાલોરના સુરાના ગામમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યા બાદ 9 વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર કુમારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. ગેહલોત સરકાર અને કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત છે. વિદ્યાર્થીને માર મારનાર આરોપી છૈલ સિંહની પોલિસે ધરપકડ કરી લીધી છે. રાજ્ય સરકારે પીડિત પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ કોંગ્રેસે પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

English summary
Rajasthan: Bhim Army chief Chandrashekhar Azad stopped at Jodhpur airport, Azad wants to meet Dalit family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X