For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે આપ્યો સરકારને પડકાર, લાગુ કરીને બતાવો CAA, NRC અને NPR

નાગરિકતા સુધારા કાયદા માટે આખા દેશમાં વિરોધ ચાલુ છે. અલગ અલગ ભાગોમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે બુધવારે કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા માટે આખા દેશમાં વિરોધ ચાલુ છે. અલગ અલગ ભાગોમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે બુધવારે કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યુ છે કે તે દેશમાં સીએએ, એનપીઆર (રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર) અને એનઆરસી(રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન) લાગુ કરીને બતાવે. ચંદ્રશેખર આઝાદે ઉત્તરાખંડના દેહરાદૂનમાં સીએએ અને એનપીઆરના વિરોધમાં ચાલી રહેલ પ્રદર્શનમાં બોલી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સીએએ દેશમાં પહેલેથી લાગુ કરવામાં આવી ચૂક્યુ છે.

chandrashekhar

દેહરાદૂનમાં ચાલી રહેલ ધરણને પોતાનુ સમર્થન આપીને ચંદ્રશેખર આઝાદે આગી 23 ફેબ્રુઆરીએ ભારત બંધનુ એલાન પણ કર્યુ. તમને જણાવી દઈએ કે સીએએના વિરોધમાં મુસ્લિમ સંગઠનોના આહવાન પર મુસ્લિમ સમાજના લોકો વિગત 27 જાન્યુઆરીથી પરેડ ગ્રાઉન્ડમાં ધરણા આપીને પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમયાન વિવિધ સંગઠનોના લોકો ત્યાં પોતાનુ સમર્થન આપવા પહોંચી રહ્યા છે. બુધવારે પણ ભીમ આર્મીના ચંદ્રશેખર પણ સમર્થકો સાથે પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા અને પોતાનુ સમર્થન આપ્યુ.

ચંદ્રશેખરે કહ્યુ કે આખી દુનિયામાં જે ભારતમાં થોપવામાં આવી રહેલ સીએએ કાયદાની ચર્ચા થઈ રહી છે. આખી દુનિયા મુસ્લિમ સમાજને જોઈ રહી છે. દેશની જનતા ધર્મના આધાર પર આધારિત આ કાળા કાયદાને સહન નહિ કરે. જ્યાં સુધી અને પાછો લેવામાં નહિ આવે આંદોલન ચાલુ રહેશે. આ દરમિયન તેમણે દેશની એકતા અને અખંડતા સાથે જ બંધારણને બચાવવાના શપથ પણ ઉપસ્થિત લોકોને અપાવ્યા. સાથે જ તેમણે આગામી 23 ફેબ્રુઆરીએ સીએએના વિરોધમાં ભારત બંધનુ એલાન પણ કર્યુ. આ દરમિયાન જાવેદ ખાન, ઈલિયાસ ખાન, રઝિયા બેગ, નઝમા ખાન, રઈસ અહેમદ, વસીમ અહેમદ, દાનિશ કુરેશી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.

આ પણ વાંચોઃ ફરાહ ખાને જણાવ્યુ કેમ 'મે હુ ના'માં મુસલમાન નહિ, હિંદુને બનાવ્યા હતા આતંકીઆ પણ વાંચોઃ ફરાહ ખાને જણાવ્યુ કેમ 'મે હુ ના'માં મુસલમાન નહિ, હિંદુને બનાવ્યા હતા આતંકી

English summary
Bhim Army chief throws CAA, NPR, NRC dare to Centre says- All three are divisive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X