ભીમા કોરેગાંવ હિંસા:જિજ્ઞેશ મેવાણી, ઉમર ખાલિદ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત, વડગામના ધારાસભ્ય અને દલિત નેતા તરીકે જાણીતા જિજ્ઞેશ મેવાણી અને જેએનયૂ વિશ્વવિદ્યાલયમાં શોધ વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરુદ્ધ ભીમા કોરેગાંવ હિંસાના મામલે પુણેમાં ડેક્કન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસને મળેલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જિજ્ઞેશ અને ઉમર ખાલિદે ભડકાઉ નિવેદન આપ્યા હતા, જેને કારણે બે જાતિય સમૂહો વચ્ચે તાણ ઉત્પન્ન થયો હતો. મંગળવારે પુણેના ભીમા કોરેગાંવમાં મંગળવારે મહાર રેજિમેન્ટના પેશવાઓની જીતના 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે શૌર્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

India

200 વર્ષ પહેલાં થઇ હતી લડાઇ

કહેવાય છે કે, 1 જાન્યુઆરી, 1818ના રોજ થયેલ આ લડાઇમાં અંગ્રેજો તરફથી લડતા મહાર રેજિમેન્ટના 500 સૈનિકોએ હજારોની સંખ્યાવાળી પેશવા બાજીરાવની સેનાને માત આપી હતી. ત્યારથીદર વર્ષે દલિત સમુદાયના લોકો હજારોની સંખ્યામાં અહીં એકઠા થાય છે અને મહાર રેજિમેન્ટની જીતની ઉજવણી કરે છે. આ વર્ષે 200મી વરસી નિમિત્તે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

થશે ન્યાયિક તપાસ

કેટલાક દક્ષિણપંથી સંગઠનો શરૂઆતથી જ આ કાર્યક્રમની વિરોધમાં હતા, તેઓ આને અંગ્રેજોની જીતની ઉજવણી ગણાવી વિરોધ કરી રહ્યા હતા. મંગળવારે આ કાર્યક્રમ શરૂ થયાના કેટલાક કલાકોની અંદર જ પુણેના કેટલાક વિસ્તારોમાં જાતિય સંઘર્ષની ખબરો આવવા માંડી હતી. પુણેમાં ભડકેલી આ હિંસાની આગ ધીરે-ધીરે મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફેલાઇ ગઇ. આ હિંસામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ન્યાયિક તપાસની વાત કહી છે.

English summary
bhima koregaon violence: Pune Police received Complaint against Jignesh Mevani and Umar Khalid

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.