For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, રીટા જોડાઇ શકે છે કમળમાં

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પક્ષને વિધાનસભા ચૂંટણી પહેલા જ બીજો મોટો ઝટકો લાગવાની શક્યતા જણાઇ રહી છે. સૂત્રોની માનીએ તો લખનઉની કેંટ વિધાનસભા બેઠકની કોંગ્રેસ સાંસદ રીટા બહુગુણા જોશી પક્ષ છોડી શકે છે.

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પક્ષને વિધાનસભા ચૂંટણી પહેલા જ બીજો મોટો ઝટકો લાગવાની શક્યતા જણાઇ રહી છે. સૂત્રોની માનીએ તો લખનઉની કેંટ વિધાનસભા બેઠકની કોંગ્રેસ સાંસદ રીટા બહુગુણા જોશી પક્ષ છોડી શકે છે.

rita 1

રીટા બહુગુણા જોશીને યુપી કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે, એવામાં જો તેઓ પક્ષ છોડે તો કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. જે સમાચારો મળી રહ્યા છે તે મુજબ રીટા કોંગ્રેસ છોડી હવે ભાજપનો હાથ પકડી શકે છે.

vijay bahuguna

ભાઇ પહેલા જ પકડી ચૂક્યા છે ભાજપનો હાથ

તમને જણાવી દઇએ કે રીટા બહુગુણા જોશીના ભાઇ વિજય બહુગુણા જેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી છે તેમણે પણ હાલમાં જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી લીધો હતો. ભાઇ વિજયના જ પગલે હવે રીટા બહુગુણા જોશી પણ ભાજપમાં જોડાઇ શકે છે.

aparna yadav

ઉપેક્ષાથી નારાજ રીટા

માનવામાં આવી રહ્યું છે કે પક્ષમાં થઇ રહેલી ઉપેક્ષાના કારણે રીટા પક્ષ છોડી શકે છે. સમાજવાદી પક્ષે આ વખતે રીટા બહુગુણાના સંસદીય ક્ષેત્રમાંથી મુલાયમસિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવને મેદાનમાં ઉતાર્યા છે, એવામાં આ બેઠક પર પણ રીટા બહુગુણા જોશીને પણ મોટો પડકાર મળવાનો હતો.

rita

ફોન પર ન થયો સંપર્ક

રવિવારની સાંજથી જ રીટા બહુગુણા જોશીનો ફોન બંધ છે, જેના કારણે તેમના તરફથી કોઇ અધિકૃત નિવેદન આવી શક્યુ નથી. જો કે પક્ષના અન્ય નેતાઓએ આને અફવા ગણાવતા આ પ્રકારના કોઇ પણ સમાચારનો ઇનકાર કર્યો હતો.

English summary
Big blow likely to UP congress Rita Bahuguna may join BJP. Sources says she is not happy with the attitude and ignorance of the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X