For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની કેબિનેટમાં જલ્દી મોટો ફેરફાર, આ નામોને મળી શકે છે જગ્યા, યુપીમાં આ નેતા રેસમાં સૌથી આગળ

2019માં સતત બીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર પોતાની કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. 2019માં સતત બીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર પોતાની કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે કેબિનેટમાં બે નવા લોકોને જગ્યા મળી શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. સિંધિયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો અને તેમની મદદથી ભાજપે રાજ્યમાં સરકાર બનાવી જ્યારે સોનોવાલે હિમંત બિસ્વ શર્માને આસામના મુખ્યમંત્રી બનાવવા માટે ખુદને સીએમની દાવેદારીથી પાછળ કર્યા. આ જ કારણ છે કે માનવામાં આવી રહ્યુ છે કે બંનેને કેબિનેટ ફેરબદલમાં જગ્યા મળી શકે છે.

pm modi

બિહારમાંથી આ લોકોને મળી શકે છે જગ્યા

રામવિલાસ પાસવાનના નિધન બાદ લોકજનશક્તિ પાર્ટીમાં મોટી તૂટ થઈ અને ચિરાગ પાસવાનના કાકા પશુપતિ નાથ પારસે પાર્ટીની અંદર બે ફાડ કરી દીધી અને ચિરાગ પાસવાનથી અલગ સાંસદોને પશુપતિનાથને લોકસભામાં પાર્ટીના નેતા બનાવી દીધા. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે પશુપતિનાથને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે જનતા દળ યુનાઈટેડનો કોઈ સાંસદ સરકારમાં શામેલ થશે કે નહિ. 2019ની વિધાનસભા ચૂંટણીમાં નારાજ નીતિશકુમારે ભાજપના એક મંત્રી પદનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો અને સરકારમાંથી બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. એવામાં નીતિશ કુમારને આશા છે કે આ વખતે કેબિનેટ ફેરબદલમાં તેમની પાર્ટીને બે મંત્રી પદ મળી શકે છે. જદયુના લલ્લનસિંહ રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.

સમીક્ષા બેઠકમાં ઘણા નામો પર ચર્ચા

બિહારના નેતા સુશીલ મોદી, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે અને ભૂપેન્દ્ર યાદવના પણ મોદી સરકારમાં શામેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર અલગ-અલગ મંત્રાલયોના કાર્યની સમીક્ષા બાદ કયા નામોને કેબિનેટમાં જગ્યા આપવામાં આવશે તેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ સમીક્ષા બેઠક લગભગ એક મહિના સુધી ચાલી છે જેને ખુદ પીએમ મોદીએ કરી છે.

યુપીને વિશેષ મહત્વ

સૂત્રો અનુસાર ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે માટે યુપીમાંથી મોદી સરકારમાં સારુ પ્રતિનિધિત્વ મળી શકે છે. વરુણ ગાંધી, રામશંકર કઠેરિયા, અનિલ જૈન, રીટા બહુગુણા જોશી, જફર ઈસ્લામને કેબિનેટમાં જગ્યા મળવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યુ છે કે અપના દળના નેતા અનુપ્રિયા પટેલને પણ મંત્રીમંડળમાં શામેલ થવાનુ આમંત્રણ મળી શકે છે. વળી, ઉત્તરાખંડના અજય ભટ્ટ કે અનિલ બલૂનીને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. પ્રતાપ સિમ્હાનુ નામ કર્ણાટકથી મંત્રીમંડળમાં આવી શકે છે.

આ નામોને પણ મળી શકે છે સરકારમાં જગ્યા

હાલમાં જ ભાજપને પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ તેમછતાં પાર્ટીનુ રાજ્યમાં પ્રદર્શન સારુ રહ્યુ છે. માટે જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર, નિહિત પ્રમાણિકને કેબિનેટમાં જગ્યા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હરિયાણાથી બ્રજેન્દ્ર સિંહ, રાજસ્થાનથી રાહુલ કાસવાન, ઓરિસ્સાથી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રથી પૂનમ મહાજન અને પ્રીતમ મુંડે, દિલ્લીથી પ્રવેશ વર્મા અને મીનાક્ષી લેખીનુ પણ નામ આગળ ચાલી રહ્યુ છે જેને સરકારમાં જગ્યા મળવાની સંભાવના છે.

9 મંત્રીઓ પાસે અધિક પ્રભાર, 28 મંત્રીઓને મળી શકે છે જગ્યા

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઘણી સમીક્ષા બેઠક કરી. માનવામાં આવી રહ્યુ છે આવતી લોકસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવશે. મંત્રાલયોને કાર્યની સમીક્ષા વિસ્તારથી કરવામાં આવી છે અને આ કોરોનાની બીજી લહેર દરમિયાન આ મંત્રાલયોએ કઈ રીતે કામ કર્યુ છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે 9 મંત્રાલયોનો અધિક પ્રભાર પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, હરદીપ સિંહ પુરી પાસે છે. મહત્વની વાત એ છે કે કેબિનેટમાં મહત્તમ 81 સભ્ય થઈ શકે છે જ્યારે હાલમાં 53 સભ્યો જ છે માટે 28 મંત્રાલયોને નવા મંત્રી મળી શકે છે.

English summary
Big changes in Modi government's cabinet soon, these names can be included
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X