For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ISIએ અભિનંદન વર્તમાનને 40 કલાક સુધી કર્યા હતા ટૉર્ચર

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાન વિશે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ મોટો ખુલાસો કર્યો છે. વિંગ કમાંડર અભિનંદન જે સમયે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા ત્યારે તેમની સાથે 40 કલાક સુધી પાકની ખુફિયા એજન્સી આઈએસઆઈએ પૂછપરછ કરી અને તેમને ટૉર્ચર કર્યા. જ્યારે અભિનંદન પાકની કસ્ટડીમાં પહોંચ્યા ત્યારે તેમના ચાર કલાક જ પાકિસ્તાનની સેનાની કસ્ટડીમાં રાખવામાં આવ્યા જ્યારે આઈએસઆઈએ તેમની સાથે 40 કલાક સુધી પૂછપરછ કરી.

Abhinandan

તમને જણાવી દઈએ કે જ્યારે ભારતય વાયુસેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી તો તે બાદના ફાઈટર પ્લેનોએ ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી. એ વખતે વિંગ કમાંડર અભિનંદને પાકના એફ-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યુ હતુ. પરંતુ આ દરમિયાન તેમનુ ફાઈટર પ્લેન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ અને પાકની સીમામાં જઈ પહોંચ્યુ. જ્યાં તેમને પાકિસ્તાનની સેનાએ કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદ તેમને ઈસ્લામાબાદથી રાવલપિંડી લઈ જવામાં આવ્યા જ્યાં આઈએસઆઈએ સ્ટ્રોંગરૂમમાં તેમની લગભગ 40 કલાક સુધી પૂછપરછ કરી. આ દરમિયાન તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી અને તેમની પાસેથી ઘણી ખુફિયા માહિતી કાઢવાની કોશિશ કરવામાં આવી.

સૂત્ર મુજબ જ્યારે અભિનંદન પાકની સેનાની કસ્ટડીમાં હતા તો તેમની સાથે સારુ વર્તન કરવામાં આવ્યુ હતુ પરંતુ આઈએસઆઈએ તેમની પાસેથી માહિતી કઢાવવા માટે તેમને ઘણી યાતનાઓ આપી હતી. તેમની એક આંખમાં ઈજા આઈએસઆઈના ટૉર્ચરના કારણે આવી હતી. જો કે અભિનંદને પોતાના વિશે કોઈ માહિતી આપી નહોતી પરંતુ ભારતીય મીડિયામાંથી પાકને અભિનંદનના પરિવાર વિશે માહિતી મળી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે વિંગ કમાંડર અભિનંદન વર્તમાન ભારતીય વાયુસેનાની શ્રીનગર સ્થિત 51મી સ્ક્વૉડ્રનની યુનિટનો હિસ્સો છે. અત્યાર સુધી આ યુનિટને સ્વાર્ડ આર્મના નામથી ઓળખવામાં આવતુ હતુ પરંતુ હવે આને ફાલ્કન સ્લેયર્સથી ઓળખવામાં આવે છે. સ્લેયર્સનો અર્થ થાય છે વધ કરનાર. માટે અર્થ સ્પષ્ટ છે એફ-16 ફાઈટર જેટને તોડી પાડનાર (ફાલ્કન સ્લેયર્સ) યુનિટ. માહિતી મુજબ હવે આ 51મી સ્ક્વૉડ્રનમાં તૈનાત બધા બાયસન જેટ્સના પાયલટ્સ ઉડાન સમયે પોતાની જી-સૂટ (યુનિફોર્મ) પર ખાસ ફાલ્કન સ્લેયર્સનો બેજ લગાવશે.

આ પણ વાંચોઃ પુલવામામાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદઆ પણ વાંચોઃ પુલવામામાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

English summary
Big expose Wing commander Abhinandan was tortured for 40 hours in Pakistan by ISI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X