For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, પરિક્ષા નતી આપી એ પણ પાસ થયા

By Kalpesh
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થાને લઇને સવાલ ઉભા કરે તેવી ઘટના ઘટી છે. ચાલુ વર્ષે જ યુપીમાં 12800 વિદ્યાર્થીઓએ બીએડની પરિક્ષા આપી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 20,097 વિદ્યાર્થીઓ આ પરિક્ષામાં ઉતિર્ણ થયા.

Bhimrao university


ડૉ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. બીએડના સત્ર 2014-15માં કુલ 12 હજાર 800 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જ્યારે યુનિવર્સિટીએ કુલ 20 હજાર 97 વિદ્યાર્થીઓને પાસ કરી દીધા છે. જો કે 2013-14માં યુનિવર્સિટીએ 2014-15 માટે કમ્બાઇન્ડ એન્ટ્રાન્સ એક્ઝામ કરાવી હતી. આ એન્ટ્રાન્સ કુલ 191 કોલેજના 13449 વિદ્યાર્થીઓએ આપી હતી.


મુખ્ય પરિક્ષામાં કુલ 12800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે માર્કશીટ હાથમાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી. પરિક્ષા એજન્સીને આની જાણકારી મળતાંની સાથે જ તેમણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની આ અંગે માહિતી આપી હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.

English summary
Big forgery came in the B.ed entrance exam in Lucknow Dr Bhimrao University. College has released 20097 students result but of 12800 student appeared in the exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X