For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટા સમાચારઃ તેલંગાનાની એક જ સ્કૂલમાં કોરોના પૉઝિટીવ થઈ 28 છાત્રાઓ

તેલંગાનાના ખમ્મમ જિલ્લામાં એક સરકારી સ્કૂલની અંદર 28 છાત્રાઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી છે.

|
Google Oneindia Gujarati News

ખમ્મમઃ દેશના લગભગ બધા રાજ્યોમાં ઘટી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે તેલંગાનામાં એક ખરાબ સમાચાર આવ્યા છે. તેલંગાનાના ખમ્મમ જિલ્લામાં એક સરકારી સ્કૂલની અંદર 28 છાત્રાઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી છે. રવિવારે જેવા આ સમાચાર જાણવા મળ્યા બધા માતાપિતા સ્કૂલે પહોંચ્યા અને પ્રિન્સિપાલ પાસેથી તેમના બાળકોને ઘરે મોકલવાની વાત કરી. વળી, આ ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે સ્કૂલના બધા બાળકો, સ્ટાફ અને બધા શિક્ષકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે. માહિતી મુજબ હાલમાં આ સ્કૂલમાં 575 બાળકો છે.

coronavirus

કેસો સામે આવ્યા બાદ તેલંગાનાના આરોગ્ય મંત્રી ટી હરીશ રાવે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ફોન પર વાત કરી અને કોરોના વાયરસથી સંક્રમિત છાત્રાઓની સ્થિતિ વિશે માહિતી માંગી. આરોગ્ય મંત્રી ટી હરીશ રાવે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે બધી પૉઝિટિવ છાત્રાઓનો સારામાં સારો ઈલાજ કરવામાં આવે. આ સાથે જ આરોગ્ય મંત્રીએ વિસ્તારમાં કોરોના વાયરસનુ સંક્રમણ રોકવા માટે બધા જરૂરી પગલાં લેવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે રવિવારે આખા તેલંગાનામાં 24 કલાકની અંદર કોરોના વાયરસના 103 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસના કેસ પહેલી વાર 10 હજારથી નીચે

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે(22 નવેમ્બર)ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વયારસના 8,488 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 538 દિવસમાં સૌથી ઓછા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 12,510 કોરોના દર્દી રિકવર થઈ ગયા છે. આ દરમિયાન એક દિવસમાં કોવિડ-19થી 249 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,18,443 છે. જે 534 દિવસ બાદ સૌથી ઓછા કેસ છે.

English summary
Big News: 28 Girl students coronavirus positive in a Telangana school.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X