4500 થી ઘટીને 2000, સરકારે કર્યા આજે આ 5 મોટા એલાન

નોટબંધીને કારણે લોકોને પડી રહેલી તકલીફોને કારણે કેન્દ્ર સરકારે એ તમામ લોકોને મોટી રાહત આપી છે જેમના ઘરમાં લગ્ન છે...

નોટબંધીને કારણે લોકોને પડી રહેલી તકલીફોને કારણે કેન્દ્ર સરકારે એ તમામ લોકોને મોટી રાહત આપી છે જેમના ઘરમાં લગ્ન છે. કેન્દ્ર સરકારે લગ્ન માટે 2.5 લાખ રુપિયા સુધી પૈસા ઉપાડવાની પરવાનગી આપી દીધી છે.

shaktikant das

લોકો દુરુપયોગ ન કરે

ઇકોનોમિક અફેર સેક્રેટરી શક્તિકાંત દાસે આજે એક વાર ફરીથી પ્રેસ કોંફરંસ યોજીને તમામ નવી યોજનાઓની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે અમે આશા રાખીએ છીએ કે લગ્ન માટે આપવામાં આવેલી છૂટનો દૂરુપયોગ નહિ થાય.

rs

હવે મળશે માત્ર 2000 રુપિયા

આ સાથે હવે રોજ 4500 રુપિયાની જૂની નોટ બદલવાની મર્યાદા સરકારે ઘટાડી દીધી છે. હવે એક વખતમાં જૂની નોટ સાથે માત્ર 2000 રુપિયા બદલી શકાશે. વધુમાં વધુ લોકો સુધી પૈસા પહોંચે એટલા માટે આમ કરવામાં આવ્યુ છે. આ 18 નવેમ્બરથી લાગૂ થશે.

rs

એડવાંસમાં મળશે 10000 રુપિયા પગાર

વળી કેન્દ્ર સરકારે ગ્રુપ સી સુધીના કર્મચારીઓને એડવાંસમાં પગાર ઉપાડવાની અનુમતિ આપી છે જેની મર્યાદા 10,000 રુપિયા સુધીની હોઇ શકે છે.

rs

મંડી કારોબારીઓને મોટી રાહત

વળી મંડી કારોબારીઓને પણ સરકારે મોટી રાહત આપી છે. સરકારે મંડી કારોબારીઓને 50000 રુપિયા ઉપાડવાની પરવાનગી આપી છે.

rs

ખેડૂતોને મોટી રાહત

ખેડૂતોને મોટી રાહત આપતા સરકારે 25000 રુપિયા સુધી ઉપાડવાની પરવાનગી આપી છે. આ પરવાનગી એ ખેડૂતોને આપવામાં આવી છે જેમને પાક માટે લોન આપવામાં આવી છે. ખેડૂતોને પાક વીમા હેઠળ આ રકમ આપવામાં આવશે. આ રકમ અઠવાડિયામાં માત્ર એક જ વાર ઉપાડી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X