For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB Scam: બેંક અધિકારીઓ ઘ્વારા CBI સામે મોટો ખુલાસો

દેશના સૌથી મોટા બેન્કિંગ ઘોટાળામાં એક પછી એક નવી વિગતો બહાર આવી રહી છે. પીએનબી ના 11400 કરોડ રૂપિયાના ઘોટાળામાં સીબીઆઈ ઘ્વારા જે બેંક કર્મચારીઓની ધરપકડ કરી છે તેમને ચોંકાવી નાખે તેવા ખુલાસા કર્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશના સૌથી મોટા બેન્કિંગ ઘોટાળામાં એક પછી એક નવી વિગતો બહાર આવી રહી છે. પીએનબી ના 11400 કરોડ રૂપિયાના ઘોટાળામાં સીબીઆઈ ઘ્વારા જે બેંક કર્મચારીઓની ધરપકડ કરી છે તેમને ચોંકાવી નાખે તેવા ખુલાસા કર્યા છે. પૂછપરછમાં તેમને જણાવ્યું કે એલઓયુ જારી કરવા પર તેનું કમિશન બેંકના દરેક કર્મચારી પાસે જતું હતું. આ રકમ એલઓયુ રકમ પર આધાર રાખતી હતી.

દરેકને હિસ્સો મળતો હતો

દરેકને હિસ્સો મળતો હતો

પીએનબી બેંક તરફથી જે રીતે નીરવ મોદીને એલઓયુ જારી કરવામાં આવ્યું અને બેંકને કરોડો રૂપિયાની ખોટ વાગી ગયી. ત્યારપછી સતત નીરવ મોદીના ઠેકાણા પર સીબીઆઇ ઘ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇ બે કર્મચારીઓ ધરપકડ કરી છે, તેમણે જણાવ્યું હતું કે એલઓયુ મોકલાવ્યા બાદ બેન્કના તમામ કર્મચારીઓ રકમ સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી. આ લોકોએ પૂછપરછ દરમિયાન આ બધા લોકોના નામ આપ્યા છે.

નીરવ મોદી અને મેહુલના કર્મચારી પણ શામિલ

નીરવ મોદી અને મેહુલના કર્મચારી પણ શામિલ

સીબીઆઈ પુછપરછમાં સામે આવ્યું કે આખા મામલામાં ખાલી પંજાબ નેશનલ બેંક જ નહીં પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીના કર્મચારીઓ પણ જોડાયેલા હતા.

ગોકુલનાથ શેટ્ટીનું નામ જોડાયેલું છે

ગોકુલનાથ શેટ્ટીનું નામ જોડાયેલું છે

બેંક અધિકારીઓ ઘ્વારા પૂછપરછ માં જણાવ્યું કે બેંકની હેરાફેરી માટે સ્વીફ્ટ પ્રોસેસ નો ઉપયોગ ઘણા અધિકારીઓ ઘ્વારા કરવામાં આવ્યો છે જેમાં ગોકુલનાથ શેટ્ટીનું નામ જોડાયેલું છે ગોકુલનાથ શેટ્ટીની ભૂમિકા આ મામલે અગત્ય ની હતી કારણકે ઘણા પાસવર્ડ ઘ્વારા આખું કામ કરતો હતો.

બેંકને આપી હતી ધમકી

બેંકને આપી હતી ધમકી

પૂછપરછ દરમિયાન પીએનબી અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીબીઆઈ ફરિયાદ પહેલા નીરવ મોદીના ભાઈને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમને બ્રાન્ચ કાર્યાલયમાં પણ બોલાવવામાં આવ્યા હતા. તેમને શરૂઆતમાં કહ્યું કે મારી પાસે પૈસા નથી. જ્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે પૈસા આપવામાં જરૂરી છે કે તો નીરવના ભાઈએ ધમકી આપતા કહ્યું કે જે કરવાનું હોય તે કરો, સીબીઆઈમાં ફરિયાદ કરો સીબીઆઈ એક્શન પહેલા જ નીરવ મોદી પરિવાર સાથે દેશ છોડીને જતો રહેશે.

શેટ્ટીએ ગુનાહ કબૂલ કર્યો

શેટ્ટીએ ગુનાહ કબૂલ કર્યો

આખા મામલામાં પીએનબીના પૂર્વ મેનેજર ગોકુલનાથ શેટ્ટી ઘ્વારા સીબીઆઈ પૂછપરછમાં પોતાનો ગુનાહ કબૂલ કરી લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે તેમને 5 પાસવર્ડ પોતાની પાસે રાખવાની સાથે તેને નીરવ મોદીની કંપનીના ડાયરેક્ટર સાથે પણ શેર કર્યો.

5500 કરોડ રૂપિયાની સંપત્તિ

5500 કરોડ રૂપિયાની સંપત્તિ

આપણે જણાવી દઈએ કે આ ઘોટાળો સામે આવ્યા પછી સીબીઆઈ ઘ્વારા નીરવ મોદીના ઘણા ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા અને કુલ 5500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે.

English summary
Big revelation in PNB scam Nirav Modi brother threatened bank officials. Bank officials exposes big in the interrogation with CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X