For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના વિશે માહિતી છૂપાવવી ભારે પડશે ફડણવીસને, SCએ આપ્યો મોટો ઝટકો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીઓ વધી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે તેમણે 2014ની ચૂંટણી દરમિયાન પોતાની સામેના ગુનાહિત કેસોની માહિતી પોતાના સોગંદનામામાં આપી નથી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે તેમણે 2014ની ચૂંટણી દરમિયાન પોતાની સામેના ગુનાહિત કેસોની માહિતી પોતાના સોગંદનામામાં આપી નહોતી. ત્યારબાદ તેમની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને કોર્ટે કહ્યુ હતુ કે તમારી સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે જેની માહિતી 2014ની ચૂંટણી દરમિયાન તમે પોતાના શપથ પત્રમાં નહોતી આપી માટે તમે ટ્રાયલનો સામનો કરો. કોર્ટ આ ચુકાદા બાદ દેવેન્દ્ર ફડણવીસે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે ફડણવીસને રાહત આપવાનો ઈનકાર કરી દીધો અને તેમની અરજી ફગાવી દીધી.

devendra fadnavis

જસ્ટીસ અરુણ મિશ્રાની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચે દેવેન્દ્ર ફડણવીસની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી. બેંચે કહ્યુ કે ગયા વર્ષે આપેલ ચુકાદા પર ફરીથી વિચાર કરવાનો કોઈ આધાર નથી. સાથે કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે અમને નથી લાગતુ કે ફરીથી આ પુનર્વિચાર અરજી પર કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની જરૂર છે. તમને જણાવી દઈએ કે ત્રણ જજોની બેંચમાં જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસ પણ શામેલ છે. જેમણે દેવેન્દ્ર ફડણવીસની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી.

તમને જણાવી દઈએ કે કોર્ટે એ આદેશ 18 ફેબ્રુઆરીએ આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આજે આને અપલોડ કરવામાં આવ્યો છે. શહેરના વકીલ સતીશ ઉકેએ દેવેન્દ્ર ફડણવીસ સામે ગુનાહિત કેસ ચલાવવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસ સામે 1996માં અને 1998માં છેતરપિંડી અને ફરજીવાડાનો કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ બંને કેસમાં તેમની સામે આરોપ નક્કી કરવામાં આવ્યા નથી. ઉકેનો આરોપ છે કે ફડણવીસે પોતાના ચૂંટણી સોગંદનામામાં આની માહિતી આપી નથી.

આ પણ વાંચોઃ PM મોદીએ હટાવ્યો સસ્પેન્સ પરથી પડદો, સોશિયલ મીડિયા છોડવા અંગે આપી માહિતીઆ પણ વાંચોઃ PM મોદીએ હટાવ્યો સસ્પેન્સ પરથી પડદો, સોશિયલ મીડિયા છોડવા અંગે આપી માહિતી

English summary
Big trouble for Devendra Fadnvis SC rejects his plea will face trial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X