For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બોસ: સિદ્ધૂના મુદ્દે ભાજપમાં વિવાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

navjot-singh-sidhu
નવી દિલ્હી, 9 ઑક્ટોબર: ભાજપના પૂર્વ અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડૂએ પાર્ટીના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ દ્રારા બિગ બોસ-6માં ભાગ લેવામાં આવતાં નારાજગી વ્યક્ત કરી છે. તેમને કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધૂએ બિગ બોસમાં ભાગ લેવો જોઇતો ન હતો.

ઉલ્લેખનીય છે કે રવિવારે શરૂ થયેલા બિગ બોસના સિઝન 6માં સૌથી પહેલી એન્ટ્રી લેવાવાળા ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ જ હતા. વેકૈંયાનું કહેવું છે કે હાલમાં હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે. આવા સમયે સિદ્ધૂને બિગ બોસમાં જવું ન જોઇએ. આવા કાર્યક્રમમાં વોટોના માધ્યમથી આઉટ ન થાય તો બિગ બોસમાં જનારે 90 દિવસ સુધી ત્યાં રહેવું પડે છે.

બીજી તરફ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય પોતાની આજીવીકા ચલાવવા માટે પોત પોતાના પ્રોફેશન સાથે જોડાયેલા હોય છે. સિદ્ધૂ પણ આવા એક સેલિબ્રિટી છે. આ પ્રકારનો નિર્ણય લેવા માટે પાર્ટીની પરવાનગી લેવાની જરૂર નથી પરંતુ જરૂર જણાતાં સૂચના આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પણ બિગ બોસમાં ભાગ લીધો હતો. નવજોત સિંહ સિદ્ધૂ અમૃતસરના ભાજપના સાંસદ છે.

English summary
BJP nationa secretary and three-time MP Navjot Singh Sidhu's entry into sixth season of reality show Bigg Boss has stirred up controversy in the saffron party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X