For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ પહેલા તબક્કાની 71 વિધાનસભા સીટ પર 1065 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી

બિહારઃ પહેલા તબક્કાની 71 વિધાનસભા સીટ પર 1065 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી

|
Google Oneindia Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની 71 વિધાનસભા સીટ પર 1065 ઉમેદવારો મેદાનમાં છે. દરેક સીટ પર એવરેજ 15 નેતા ચૂંટણી લડી રહ્યા છે. સોમવારે 26 ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચી લીધાં હતાં. જે બાદ સંખ્યા 1065 રહી ગઈ છે. જણાવી દઈએ કે કુલ 1354 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં હતાં, જેમાંથી 1001 ઉમેદવારના નામાંકન પત્ર યોગ્ય ઠર્યાં હતાં. જ્યારે 2015માં થયેલ પાછલી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો પહેલા તબક્કામાં બધી સીટ પર ત્યારે એવરેજ 13 નેતા ચૂંટણી લડી રહ્યા હતા.

bihar assembly elections 2020

આ વખતે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે છે. જે બાદ 10 નવેમ્બરે તમામ સીટોની ચૂંટણીના પરિણામ આવશે. ચૂંટણી પંચથી પ્રાપ્ત માહિતી મુજબ બિહારમાં આ વખતે સૌથી વધુ 27 ઉમેદવાર ગયા ટાઉન વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે સૌથી ઓછી 5 ટકા કટોરિયા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી મેદાનમાં છે. ભાગલપુર ક્ષેત્રની વાત કરવામા આવે તો અહીં પણ 27ના ભાગ્યનો ફેસલો 28 ઓક્ટોબરે થશે. 626 વોટર પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. કહલગાંવથી 14 અને સુલ્તાનગંજથી 13 ઉમેદવારો મેદાનમાં છે.

બિહાર વિધાનસભા ચૂંટણી: લોજપાએ જારી કરી 42 ઉમેદવારોની યાદીબિહાર વિધાનસભા ચૂંટણી: લોજપાએ જારી કરી 42 ઉમેદવારોની યાદી

ગયા ટાઉનમાં 27, ટેકારીમાં 23, બેલાગંજમાં 14, ઉતરીમાં 11, વજીરગંજમાં 22, રજૌલીમાં 22, હિસુઆમાં 8, નવાદામાં 15, ગોવિંદપુરમાં 15, વારસલીગંજમાં 10, સીકંદરાબાદમાં 15, જમુઈમાં 14, ઝાઝામાં 10, જગદીશપુરમાં 18, શાહપુરમાં 23, બ્રહમપુરમાં 14, બક્સરમાં 14, ડુમરાંવમાં 18, રાજપુરમાં 14, રામગઢમાં 12, મોહનિયામાં 13, ભભુઆમાં 14, ચૈનપુરમાં 19, ચેનારીમાં 15, સાસારામમાં 20, અમરપુરમાં 12, ધોરૈયામાં 11, બાંકામાં 19, કરહગરમાં 20, દીનારમાં 19, નોખામાં 15, ડેહરીમાં 14, કારાકાટમાં 13, અરવલમાં 23, કુર્થામાં 19, જહાનાબાદમાં 15, ઘોસીમાં 11, મખદુમપુરમાં 9, ગોહમાં 17, ઓબરામાં 10, નવીનગરમાં 13, કટોરિયામાં 5, બેલહરમાં 15, તારાપુરમાં 25, મુંગેરમાં 15, જમાલપુરમાં 19, સુર્યગઢામાં 19, લખીસરાયમાં 19, શેખપુરામાં 11, બરબીઘામાં 10, મોકામામાં 8, બાઢમાં 18, મસૌઢીમાં 13, પાલીગંજમાં 25, વિક્રમમાં 15, સંદેશમાં 11, બડહરામાં 10, આરામાં 15, અગિઆંવમાં 10, તરારીમાં 11, કુટુંબામાં 14, ઔરંગાબાદમાં 9, રફીગંજમાં 15, ગુરુઆમાં 23, શેરઘાટીમાં 11, ઈમામગંજમાં 10, બારાચટ્ટીમાં 13, બોધગયામાં 17, ચકાઈમાં 13, કહલગાંવમાં 14, સુલતાનગંજમાં 13 સહિત કુલ 1065 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નામ વાપસી બાદ આ સંખ્યા સામે આવી.

English summary
Bihar: 1065 candidates are contesting in the first phase of 71 assembly seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X