23 ઓક્ટોબરથી બિહાર ચૂંટણીની કમાન સંભાળશે પીએમ મોદી, કરશે 12 ચૂંટણી રેલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટણી અભિયાનમાં ઉતરવાના છે અને 23 ઓક્ટોબરથી પ્રચારની કમાન સંભાળશે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે અને રાજકીય પક્ષોએ પોત-પોતાના ઉમેદવારોને જીતાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. એનડીએ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટણી અભિયાનમાં ઉતરવાના છે અને 23 ઓક્ટોબરથી પ્રચારની કમાન સંભાળશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બિહારના સીએમ નીતિશ કુમાર પણ મંચ પણ હાજર રહેશે. ભાજપના બિહાર ચૂંટણી પ્રભાવી દેવેન્દ્ર ફડણવીસે આ વિશે માહિતી આપીને જણાવ્યુ કે પીએમ મોદી બિહારમાં કુલ 12 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

દેવેન્દ્ર ફડણવીસે આ વિશે માહિતી આપીને જણાવ્યુ કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી લઈને 3 નવેમ્બર સુધી 12 રેલીઓને સંબોધિત કરશે. આમાં સાસારામ, ગયા અને ભાગલપુરમાં 23 ઓક્ટોબર, દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં 28 ઓક્ટોબર, છપરા, પૂર્વ ચંપારણ અને સમસ્તીપુરમાં 1 નવેમ્બરે, 3 નવેમ્બરે પશ્ચિમ ચંપારણ, સહરસા અને અરરિયામાં પ્રધાનમંત્રી મોદીની રેલીઓ થશે. આ ચૂંટણી રેલીઓમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પીએમ મોદી સાથે મંચ પર હાજર રહેશે.
તમને જણાવી દઈએ કે બિહારની 243 વિધાનસભા સીટો પર 3 તબક્કા હેઠળ મત નાખવામાં આવશે. આમાં પહેલા તબક્કામાં 28 ઓક્ટોબર, બીજા તબક્કામાં 3 નવેમ્બર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. મતોની ગણતરી 10 નવેમ્બરે યોજવામાં આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણી એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણકે આ વખતે લોજપા, એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી રહ્યુ છે. લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને ખુલ્લી રીતે મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે મોરચો ખોલીને કહ્યુ કે તે ભાજપ સાથે છે પરંતુ જેડીયુનો સાથ તેમને મંજૂર નથી.












Click it and Unblock the Notifications
