મોદીની હુંકારમાં સામેલ ન થયા ભાજપના મોટા નેતા

Posted By:
Subscribe to Oneindia News

પટના, 4 માર્ચ: લાગે છે કે ભાજપ અને લોજપાની મિત્રતાથી પાર્ટીના મોટા નેતા ખુશ નથી. રામ વિલાસ પાસવાનની નજીક આવતાં જ ભાજપના મોટા નેતા પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો સાથ છોડવા લાગ્યા છે. આટલા માટે તો નરેન્દ્ર મોદીની બિહાર રેલીમાં કોઇ મોટા નેતા સામેલ ન થયા. લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન નરેન્દ્ર મોદીની બાજુની ખુરશીની બેસેલા જોવા મળ્યા તો તેમની આસપાસ દેખાવનારા નેતા ગાયબ.

રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીની સાથે ગઠબંધન બાદ ભારતીય જનતા પાર્ટીની બિહાર એકમમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. ભાજપના એક વરિષ્ઠ નેતા ના ફક્ત મંચ પરથી ગાયબ રહ્યા, પરંતુ રેલીસ્થળ પર પણ ક્યાંય જોવા ન મળ્યા. જો કે ભાજપના કોઇ નેતા હજુ સુધી સ્પષ્ટ રીતે આ મુદ્દે ખુલીને કંઇ બોલી રહ્યાં નથી. આમ તો કેટલાક લોકો તેને લોકસભાની ટિકીટ સાથે જોડીને પણ જોઇ રહ્યાં છે.

મુજફ્ફરપુરમાં નરેન્દ્ર મોદીની યોજાયેલી રેલીમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ સી પી ઠાકુર, પૂર્વ મંત્રી અશ્વિની ચૌબે, પૂર્વ મંત્રી ગિરિરાજ સિંહ અને અચ્યુતાનંદ સિંહ સહિત કેટલાક વરિષ્ઠ નેતા સામેલ ન થયા. આ બધા નામ ભાજપના દિગ્ગજો તરીકે ઓળખાય છે. બિહારના રાજકારણમાં તેમનું પોતાનું આગવું સ્થાન છે.

તો બીજી તરફ પાર્ટીના એક નેતાએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે હવે તો નરેન્દ્ર મોદીની હવા ચાલી રહી છે, ત્યારે ભાજપના કેટલાક નેતા આ પ્રકારની તરફેણમાં લાગી ગયા છે. જેમ કે તે જ નમોના સૌથી મોટા પક્ષઘર રહ્યાં હોય. તેમણે કહ્યું હતું કે જ્યારે બિહારના મંત્રિમંડળમાં અશ્વિની ચૌબે અને ગિરિરાજ સિંહ હતા, ત્યારે પણ તેઅમણે ખુલીને નમોનો પક્ષ લીધો હતો અને આજે પણ લઇ રહ્યાં છે, જ્યારે કેટલાક એવા અવસરવાદી નેતા છે જે બિહારમાં મંત્રી પદ પર રહીને મુખ્યમંત્રી નિતિશ કુમારને યોગ્ય ગણાવે છે.

04-narendra-modi-600

પાર્ટીના નેતાએ કહ્યું હતું કે સી પી ઠાકુર પણ નમોનું ખુલીને સમર્થન કરતા રહ્યાં છે, પરંતુ હવે એવા લોકોની ઉપેક્ષા થઇ રહી છે. જો કે ગિરિરાજ સિંહે નારાજગીને નકારી કાઢતાં કહ્યું હતું કે તે કોઇ એવી વાત નથી. તેમણે કહ્યું હતું કે 'હું તો નમોનું સ્વાગત કરવા માટે પટના હવાઇમથક પર ગયો હતો.' લોજપાની સાથે ગઠબંધન પર તેમણે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય નમોને વડાપ્રધાન બનાવવાનું છે, તે સિવાય બીજું કંઇ નહી. લોકસભા ટિકિટના મુદ્દે તેમને પૂછવામાં આવતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે પાર્ટી જો સર્વસંમતિથી ટિકીટ આપશે તો તે જરૂર લડશે.

બીજી તરફ નારાજ નેતાઓનું એમ કહેવું છે કે લોજપાની સાથે ગઠબંધન બાદ તેમને ભાજપ સમર્થન સવર્ણ મતદાતાઓના નારાજ થવાની આશંકા છે. આમ તો અશ્વિની ચૌબે ભાગલપુરથી અને અચ્યુતાનંદ વૈશાલીની ટિકીટના દાવેદાર છે.


Did You Know:
નરેન્દ્ર મોદી પોતાના કામોમાં વ્યસ્ત રહે છે. તેમને પોતાના પરિવારમાં પોતાની માતા સિવાય બીજા કોઇને વધુ મળવું પસંદ નથી.

English summary
Senior Bihar BJP leaders are said to be unhappy with the party's tie-up with Ram Vilas Paswan's LJP. Sources say the Bihar leaders will skip BJP prime ministerial candidate Narendra Modi's 'Hunkar rally' in Bihar's Muzaffarpur district.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.