For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કૃષિ કાયદા લાવવા અને પાછા લેવાનો નિર્ણય PMનો છે, હું શું બોલુ આના પર...' CM નીતિશે સાધ્યુ મૌન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(19 નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(19 નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પહેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોને વાતચીતમાં શામેલ કરવાની વકીલાત કરી હતી પરંતુ હવે પીએમ મોદીના કૃષિ કાયદા પાછા લેવાના નિર્ણય પર મૌન સાધી લીધુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે કૃષિ કાયદો લાવવો અને પાછો લેવો, આ બંને નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે. આના પર એ શું બોલે. અહીં કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે.

'આ નિર્ણય પીએમનો છે, આના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે'

'આ નિર્ણય પીએમનો છે, આના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે'

મુખ્યમંત્રી નીતિશ કુમારે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીથી પાછા આવવા પર પટના એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, 'કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ કાયદાને મંજૂરી આપી. આ પીએમ(નરેન્દ્ર મોદી)નો નિર્ણય હતો. હવે તેમણે ખુદ ઘોષણા કરી છે કે તેને સંસદના આવતા સત્રમાં પાછા લઈ લેવામાં આવશે, પીએમે આને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યુ. નિર્ણય તેમનો છે, આના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે.'

'બિહારમાં ખેડૂતો પર કોઈ અસર નથી પડી...'

'બિહારમાં ખેડૂતો પર કોઈ અસર નથી પડી...'

PM નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના નામે સંબોધન પર મુખ્યમંત્રી નીતિશ કુમારના 'નો કમેન્ટ'ના દ્રષ્ટિકોણને એ વિવાદાસ્પદ કાયદાથી ખુદને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવા આવ્યો છે. કૃષિ કાયદાનુ નીતિશ કુમાર અને તેમની પાર્ટી જનતા દળ(યુનાઈટેડ)એ સમર્થન કર્યુ હતુ. જો કે નીતિશ કુમારે એ વાત પર જોર આપ્યુ કે ત્રણ કૃષિ કાયદાના વિવાદની બિહારમાં ખેડૂતો પર કોઈ અસર નથી થઈ કારણકે રાજ્યએ એક દશકથી પણ વધુ સમય પહેલા કૃષિ ઉપજ બજાર સમિતિઓ(એપીએમસી)ને હટાવી દીધી હતી અને એક વૈકલ્પિક પ્રણાલી સ્થાપિત કરી હતી.

ત્રણ કૃષિ કાયદા વિશે શું હતુ CM નીતિશ કુમારનુ સ્ટેન્ડ

ત્રણ કૃષિ કાયદા વિશે શું હતુ CM નીતિશ કુમારનુ સ્ટેન્ડ

સત્તારુઢ ગઠબંધનમાં ઘણા અન્ય લોકોની જેમ સીએમ નીતિશ કુમારે પણ ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન વિરોધને ખોટી ધારણા કહી હતી. તેમણે ખોટી ધારણાને જવાબદાર ગણાવીને કેન્દ્રને ખેડૂતોને તેમની શંકાઓ દૂર કરવા માટે વાતચીતમાં શામેલ કરવા માટે કહ્યુ હતુ. જાન્યુઆરી, 2021માં છેલ્લી વાર સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદાસ્પદ કૃષિ કાયદાના કાર્યાન્વય પર રોક લાગ્યા બાદ, કુલ મળીને કેન્દ્ર અને કૃષિ સંઘના નેતાઓએ 11 દોરની ચર્ચા કરી હતી પરંતુ એનો કોઈ ઉકેલ નીકળ્યો નહોતો. 8 ફેબ્રુઆરી, 2020એ નીતિશ કુમારે મીડિયાને કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા કાયદાના લાભો વિશે સ્પષ્ટ કરે તે વાત બનશે.

English summary
Bihar CM Nitish Kumar reaction on PM Modi's decision to scrap 3 farm laws
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X