For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં આજના અંતિમ મતદાન માટે પીએમ મોદી અને અમિત શાહે મતદારોને કરી આ અપીલ

શનિવારની સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોટિંગ શરૂ થતા જ ટ્વિટ કરીને બિહારની જનતાને વોટ કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020ના અંતિમ તબક્કા માટે આજે શનિવાર(7 નવમ્બર) 15 જિલ્લાની 78 સીટો પર મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. 78 સીટો પર અલગ અલગ પાર્ટીઓના 1204 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. શનિવારની સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોટિંગ શરૂ થતા જ ટ્વિટ કરીને બિહારની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આ અંતિમ તબક્કાની ચૂંટણીમાં વોટિંગો નવો રેકોર્ડ બનાવો. વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે રાજ્યમાં સુશાસનને બચાવવા માટે વોટ કરો.

પીએમ મોદીએ કરી અપીલ

પીએમ મોદીએ કરી અપીલ

ત્રીજા ફેઝના વોટિંગ વિશે પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વિટ કર્યુ. પીએમ મોદીએ લખ્યુ - બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનુ વોટિંગ છે. બધા મતદારોને મારી વિનંતી છે કે તે વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગીદાર બને અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે. અને હા, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન પણ જરૂર રાખે.

અમિત શાહે પણ કરી આ અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, બિહારમાં ત્રીજા તેમજ અંતિમ તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી વધુને વધુ સંખ્યામાં મતદાન કરો. ખાસ કરીને યુવાનોને આહ્વાન કરુ છુ કે બિહારમાં વિકાસ અને સુશાસનને જાળવી રાખવા માટે ઉત્સાહથી મતદાન કરો અને બીજાને પણ આના માટે પ્રોત્સાહિત કરો.

'નીતિશજી હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને'

લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને ત્રીજા ફેઝના વોટિંગ પહેલા કહ્યુ કે જે રીતે લોકો બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના નારા સાથે જોડાઈ રહ્યા છે તેનાથી અમને પૂરી આશા છે કે આ તબક્કામાંપણ અમે સારુ પ્રદર્શન કરવાના છે. એક વસ્તુ તો એકદમ સ્પષ્ટ છે કે નીતિશજી હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને.

'બાબા કા ઢાબા'ને વાયરલ કરનાર યુટ્યુબર સામે નોંધાઈ FIR'બાબા કા ઢાબા'ને વાયરલ કરનાર યુટ્યુબર સામે નોંધાઈ FIR

English summary
Bihar Election: Pm Modi and amit shah appeals voters to set new voting record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X