For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર ચૂંટણીઃ પૂર્ણિયામાં કુખ્યાત બિટ્ટૂ સિંહના ભાઈની ગોળી મારી હત્યા

બિહાર ચૂંટણીઃ પૂર્ણિયામાં કુખ્યાત બિટ્ટૂ સિંહના ભાઈની ગોળી મારી હત્યા

|
Google Oneindia Gujarati News

બિહારમાં ચૂંટણી પોતાના અંતિમ તબક્કામા છે, પરંતુ અપરાધીઓ પણ પોતાની ચરમ સીમા પર ચે. તાજા જાણકારી મુજબ પૂર્ણિયા જિલ્લામાં એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. મૃતકની ઓળખ કુખ્યાત બિટ્ટૂ સિંહના નાના ભાઈ બેની સિંહના રૂપમાં થઈ છે.

firing

જાણકારી મુજબ બેની સિંહ સરસી સ્થિત આવાસ પાસે બનેલ પોલિંગ બૂથ પર વોટ આપવા જઈ રહ્યો હતો. ત્યારે જ અજાણ્યા અપરાધીઓએ તેના પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં બેની સિંહનું મોત થયું. ઘટનાની સુૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મીડિયા સૂત્રો મુજબ મતદાન દરમ્યાન બૂથના નજીકના બે જુથો વચ્ચે મતદાનને લઈ બબાલ થઈ હતી. જે બાદ મામલાએ ગરમી પકડી લીધી અને તે ક્રમમાં જ બેની સિંહને અપરાધીઓએ ગોળી ધરબી દીધી. જણાવી દઈએ કે પૂર્ણિયામાં મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ મયંક ઉર્ફ બિટ્ટૂ સિંહની પોલીસે હાલમાં જ ધરપકડ કરી હતી. જિલ્લામાં પ્રવેશ કરતી વખતે એસટીએફે તેની પાસેથી એકે 47 અને કારબાઈન જપ્ત કરી તેની ધરપકડ કરી હતી.

Bihar Elections 2020: આજે પીએમ મોદી અને રાહુલ ગાંધીની ઘણી રેલીઓ, પીએમે કર્યુ ટ્વિટBihar Elections 2020: આજે પીએમ મોદી અને રાહુલ ગાંધીની ઘણી રેલીઓ, પીએમે કર્યુ ટ્વિટ

ઉલ્લેખનીય છે કે બિહારમાં ગુનાહિત પ્રવૃતિઓ ખુલ્લેઆમ થઈ રહી છે. હજી પાછલા મહિને જ શિવહર વિધાનસભા ક્ષેત્રથી જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર શ્રીનારાયણ સિંહને ગોળી ધરબી અપરાધીઓએ હત્યા કરી હતી. શ્રીનારાયણ સિંહ ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને ત્યારે જ કેટલાક બાઈક સવારે તેમના પર ગોળીઓ દાગી દીધી હતી.

English summary
Bihar elections: Bittu Singh's brother shot dead in Purnia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X