For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ ખેડૂતો પર લાઠીચાર્જ બાદ બક્સરમાં ઘર્ષણ, સરકારી વાહનોમાં તોડફોડ, પોલીસ વેન આગના હવાલે

ખેડૂતો પર થયેલા આ અત્યાચારના વિરોધમાં આજે(11 જાન્યુઆરી)એ ખેડૂતો ચૌસા સ્થિત પાવર પ્લાન્ટમાં ઘૂસી ગયા અને સરકારી વાહનો તોડફોડ કરી.

|
Google Oneindia Gujarati News

Buxar News: બિહારના બક્સર જિલ્લામાં 10 જાન્યુઆરીની રાતે પોલીસનો અમાનવીય ચહેરો જોવા મળ્યો હતો. પોલીસે મોડી રાતે ખેડૂતો પર લાઠીચાર્જ કરી દીધો હતો. ખેડૂતો પર થયેલા આ અત્યાચારના વિરોધમાં આજે(11 જાન્યુઆરી)એ ખેડૂતો ચૌસા સ્થિત પાવર પ્લાન્ટમાં ઘૂસી ગયા અને સરકારી વાહનો તોડફોડ કરી. આ દરમિયાન રોષે ભરાયેલા ખેડૂતોએ પોલીસ વેનમાં પણ આગ લગાવી દીધી.

buxar

સમાચાર એજન્સી એએનઆઈમાં જણાવ્યા મુજબ ચૌસામાં SJVNના પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જેના માટે ખેડૂતો યોગ્ય વળતર માટે છેલ્લા 2 મહિનાથી દેખાવો કરી રહ્યા હતા. આ દરમિયાન 10 જાન્યુઆરીની રાતે લગભગ 12 વાગે પોલીસકર્મીઓ ખેડૂતોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જો કે, વન ઈન્ડિયા આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

અહેવાલો મુજબ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે ખેડૂતોના સંબંધીઓએ પૂછ્યુ કે ગુનેગારો સામે ઘૂંટણિયે પડી ગયેલી પોલીસે અમને આટલી નિર્દયતાથી કેમ માર્યા? પોલીસની આ કાર્યવાહીથી ખેડૂતો રોષે ભરાયા હતા અને તેઓએ પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી. આ અંગે બક્સરના એસપી મનીષ કુમારે જણાવ્યુ કે ખેડૂતોએ પાવર પ્લાન્ટમાં પણ તોડફોડ કરી છે. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને કાબૂમાં લાવવામાં આવશે.

ખેડૂતોના ઘરોમાં ઘૂસીને લાઠીચાર્જ કરવા પર મુફસ્સિલ પોલીસ સ્ટેશનના એસએચઓ અમિત કુમાર કહે છે કે 'પોલીસ એવા ખેડૂતોની ધરપકડ કરવા ગઈ હતી જેમની વિરુદ્ધ એસજેવીએન પાવર પ્લાન્ટ દ્વારા રાતે એફઆઈઆ નોંધવામાં આવી હતી. પહેલા તેમણે હુમલો કર્યો ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો.

English summary
Bihar News: Police van set on fire, govt vehicles vandalised over thrashing of Farmer in Buxar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X