બિહારઃ પોલીસ ધરપકડ કરવા પહોંચી તો રડી પડ્યા સાંસદ

ધરપકડનું વોરંટ લઇને ઘરના દરવાજે ઉભેલ પોલીસ અધિકારીઓને જોઇને સાંસદ પપ્પૂ યાદવ રડવા લાગ્યા, તેમણે લોકસભા અધ્યક્ષને ફોન કરી પોતાને બચાવવાની માંગણી કરી.

સોમવારે રાત્રે બિહાર ના પટના માં તોફાનો બાદ હાઇપ્રોફાઇલ નાટક જોવા મળ્યું હતું. પોલીસ જન અધિકાર પાર્ટીના સાસંદ પપ્પૂ યાદવની ધરપકડ કરવા પહોંચી ત્યારે આ સાંસદે ઘણા નાટક કર્યા હતા. જો કે, આખરે પોલીસ આ સાંસદની ધરપકડ કરવામાં સફળ રહી હતી. સાંસદ હાલ બેઉર જેલના સળિયા પાછળ છે.

ગર્દનીબાગ વિસ્તારમાં સાંસદ સમર્થકોનું તોફાન

ગર્દનીબાગ વિસ્તારમાં સાંસદ સમર્થકોનું તોફાન

સોમવારે જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ પટનાના ગર્દનીબાગ વિસ્તારમાં તોફાન કર્યું હતું. પોલીસ તથા જન અધિકાર પાર્ટીના સમર્થકો વચ્ચે અથડામણ થઇ હતી. પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ કારણે પોલીસે પણ સામે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

ધરપકડનું વોરંટ લઇ પહોંચી પોલીસ

ધરપકડનું વોરંટ લઇ પહોંચી પોલીસ

આ અથડામણમાં પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ હોબાળામાં સાંસદ પપ્પૂ યાદવને પણ ઇજા થઇ હતી. સોમવારે રાત્રે પોલીસ વોરંટ લઇ પપ્પૂ યાદવના ઘરે પહોંચી હતી. ગાંધી મેદાન પાસે દિવસ દરમિયાન થયેલા તોફાનમાં તેમની વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યું હતું.

સુમિત્રા મહાજનને કર્યો ફોન

સુમિત્રા મહાજનને કર્યો ફોન

પોલીસને વોરંટ સહિત ઘરના દરવાજે આવેલ જોઇ પપ્પૂ યાદવ ઢીલા પડી ગયા. ઉપલબ્ધ જાણકારી અનુસાર તેમણે તાત્કાલિક લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને ફોન કરી પોતાને બચાવવા વિનંતી કરી હતી. પોલીસે ખૂબ જહેમત બાદ આખરે પપ્પૂ યાદવની ધરપકડ કરી તથા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. પપ્પૂ યાદવને હાલ પોલીસ કસ્ટડી હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે.

સાંસદે કહ્યું, મને ફસાવવામાં આવ્યો

સાંસદે કહ્યું, મને ફસાવવામાં આવ્યો

ધરપકડ બાદ સાંસદ પપ્પૂ યાદવે કહ્યું કે, મને ફસાવવામાં આવ્યો છે. પોલીસ અચાનક જ મારી ધરપકડ માટે આવી પહોંચી. જનતા અને અદાલત પર મને પૂરો વિશ્વાસ છે. પોલીસે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, સાંસદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કાયદાકીય કાર્યવાહી હેઠળ તેમને જેલ મોકલવામાં આવ્યા છે.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X