For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલને મળવા પહોંચ્યા તેજસ્વી યાદવ, સરકાર બનાવવાની રજૂઆત

કર્ણાટક રાજ્યપાલે ભાજપને સૌથી મોટી પાર્ટી હોવાને કારણે સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક રાજ્યપાલે ભાજપને સૌથી મોટી પાર્ટી હોવાને કારણે સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા. ત્યારપછી બિહાર, ગોવા, મેઘાલય અને મણિપુરમાં કોંગ્રેસ અને તેમના સહયોગી દળ ઘ્વારા સૌથી મોટી પાર્ટી હોવાને કારણે સરકાર બનાવવાની વાત કરવામાં આવી. શુક્રવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ પોતાની સાથે ચાર દળના વિધાયક લઈને બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા. તેમને બિહારની નીતીશ સરકારને રદ કરવાની માંગ કરી તેની સાથે સાથે મહાગઠબંધન સરકારનો દાવો પણ ઠોક્યો.

તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો કર્યો

તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો કર્યો

આપણે જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ઈલેક્શન પરિણામો આવ્યા પછી રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જયારે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થયા પછી તેમની પાસે 116 સીટો હતી. તેમ છતાં રાજ્યપાલે કોંગ્રેસ અને જેડીએસ ને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નહીં.

તેજસ્વી યાદવે રાજ્યપાલને પત્ર સોંપ્યો

કર્ણાટક રાજ્યપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપને 104 સીટો મળવા છતાં પણ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું કારણે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. આ આધાર પર બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે દેશમાં બે નિયમો નહીં ચાલે. તેજસ્વી યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરજેડી પાસે બિહારની સૌથી વધુ 80 સીટો છે. જેના આધારે તેમને સરકાર બનાવવાની તક આપવી જોઈએ.

તેજસ્વી યાદવે રાજ્યપાલ સાથે મુલાકાત કરી

તેજસ્વી યાદવે રાજ્યપાલ સાથે મુલાકાત કરી

તેજસ્વી યાદવે જણાવ્યું કે તેમને રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે અને પોતાની વાત પણ જણાવી છે. જો આવનારા સમયમાં જરૂર પડશે તો તેઓ આરજેડી અને કોંગ્રેસ વિધાયકોને લઈને પણ જશે. તેજસ્વી યાદવે જણાવ્યું કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવી તો તેઓ ધરણા પર પણ બેસી શકે છે.

English summary
Bihar tejashwi yadav stake claim to form government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X