For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન મોડી પહોંચતા કન્યા પક્ષ ભરાયો રોષે, જાનૈયાને માર્યો માર

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નંગલજાટ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે જાન આવવામાં મોડુંથઇ ગયું અને કન્યાપક્ષે જાનૈયાઓને ઓરડામાં બંધ કરી અધનંગા કરી ખરાબ રીતે માર માર્યો હતો.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નંગલજાટ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે જાન આવવામાં મોડુંથઇ ગયું અને કન્યાપક્ષે જાનૈયાઓને ઓરડામાં બંધ કરી અધનંગા કરી ખરાબ રીતે માર માર્યો હતો. આ સાથે તેઓએ કન્યાને ભેટ તરીકે આપવામાં આવેલી રકમ અને ઝવેરાત પણ જપ્ત કરી લીધા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જાનૈયાઓને બચાવી લીધા હતા.

જાન મોડી પહોંચી

જાન મોડી પહોંચી

હકીકતમાં ધામપુરના વતની યુવકે લગભગ બે મહિના પહેલા મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના અંતર્ગત બિજનોરના વિસ્તારના નંગલજાટ ગામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. સ્થાનિક લોકોના કહેવા મુજબ, પરિણીત મહિલાએ માંગણી કરી કે તેના સાસરિયાઓએ ફરીથી સામાજીક રીતે લગ્નની બે રસ્મો પુરી કરવાની માંગ કરી હતી. બે દિવસ પહેલા બપોરે નંગલજાટમાં જાન નીકળવાની હતી, પરંતુ મોડી સાંજે જાન આવી હતી.

ઓરડામાં પુરીને માર્યો માર

ઓરડામાં પુરીને માર્યો માર

જાન મોડી પડતાં બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વરરાજાનો આક્ષેપ છે કે દુલ્હન પક્ષે વરરાજા, તેના પરિવારના સભ્યો અને કેટલાક જાનૈયાને ઓરડામાં બંધ કરી દીધા હતા અને તેમને અર્ધનગ્ન કરી માર માર્યો હતો. વરરાજાની પક્ષે, વધુ પક્ષ ઉપર પણ 80,000 રૂપિયાના ઘરેણાં અને કન્યાને ભેટ તરીકેના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો.

દુલ્હને વરરાજા સાથે જવાની ના કહી

દુલ્હને વરરાજા સાથે જવાની ના કહી

આ દરમિયાન કેટલાક જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જાનૈયાઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસ બંને પક્ષોને લઇ પોલીસ મથકે આવી હતી. જોકે બંને પક્ષે કોઈએ પોલીસને કોઈ ફરીયાદ આપી ન હતી. ત્યાં પોલીસ સ્ટેશન પહોંચેલી દુલ્હન પતિની સાથે જવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેના મામા ઘરે ગઈ હતી.

English summary
Bijnor Groom and his Family Beaten by Bride Family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X