For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પીડિતોની માફક ચૂપ રહેવાનું નથી પાકિસ્તાન: બિલાવલ ભુટ્ટો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: કેટલાક દિવસો પહેલાં આખા કાશ્મીર પોતાનું બનાવી લેવાનું નિવેદન આપી વિવાદોમાં સપડાયેલા પીપીપીના નેતા અને પૂર્વ વડાપ્રધના બેનજીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

જો કે બિલાવલ ભુટ્ટોના ભારત-પાકિસ્તાન સીમા પર ચાલુ તણાવ પર આવું નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બિલાવલ ભુટ્ટોની મજાક ઉડી. જો કે બિલાવલ ભુટ્ટો ટ્વિટમાં ઇઝરાઇલનો સ્પેલિંગ ખોટો હતો. ત્યારબાદ જ ટ્વિટર પર એકવાર ફરી લોકોએ બિલાવલ ભુટ્ટોની મજાક ઉડાવવાનું શરૂ કરી દિધું છે. ટ્વિટર પર ત્યારબાદ #YoBilawalSoDumb ટ્રેંડ કરી રહ્યો છે.

bilawal-bhutto

અત્રે ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસો પહેલાં કાશ્મીર પર પણ આવું જ વિચિત્ર નિવેદન આપ્યું હતું, જેને લઇને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા થઇ રહેલી સતત ફાયરિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દાવો કર્યો છે કે બધુ જલદી ઠીક થઇ જશે. પીટીઆઇને નરેન્દ્ર મોદીએ કહ્યું કે જલદી બધુ ઠીક થઇ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર પર પાકિસ્તાનનો સામનો કરવા માટે સુરક્ષાબળોને ખુલી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને પરિસ્થિતીનો ઉકેલ લાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સોંપી છે.

પાકિસ્તાન દ્વારા ગત થોડા દિવસોથી ચાલુ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન બુધવારે પણ ચાલુ રહ્યું. બુધવારે મોડી સાંજે જમ્મૂના કાણાચક, અરનિયા, આરએસપુર અને સાંબામાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. પાકિસ્તાનની આ ફાયરિંગનો બીએસએફે જવાબ આપ્યો છે.

English summary
Days after he vowed that Pakistan would take back entire Kashmir, the country’s ‘Gen Next’ politician Bilawal Bhutto Zardari on Wednesday attacked Prime Minister Narendra Modi, saying his nation could retaliate “unlike his victims from Gujarat”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X