લોકસભામાં પાસ થયું ત્રણ તલાક વિરુદ્ધનું બિલ

Written By:
Subscribe to Oneindia News

ત્રણ તલાક અંગે ચાલતો વિવાદ હવે સમાપ્ત થવામાં હોય, એમ લાગી રહ્યું છે. ત્રણ તલાક પૂર્ણ કરવા માટેનું બિલ ગુરૂવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2017 લોકસભામાં રજૂ થાય એ પહેલાં કોંગ્રેસે પણ આ બિલને સમર્થન આપવા તરફ ઇશારો કર્યો હતો. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં બિલ રજૂ કરતા કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. સરકાર મુસ્લિમ મહિલાઓને તેમનો હક અપાવવા માટે બિલ રજૂ કર્યું છે. જો કે, આરજેડી, બીજેડી સહિત કેટલીક વિપક્ષ પાર્ટીઓએ આ બિલનો વિરોધ પણ કર્યો હતો. લોકસભામાં લાંબી ચર્ચા બાદ આખરે આ બિલ પાસ થયું છે અને એ સાથે જ મુસ્લિમ ધર્મમાં ત્રણ તલાકની પ્રથા પૂર્ણ થઇ છે. લોકસભામાં બિલ પાસ થતા પહેલાં ભાજપ દ્વારા પોતાના તમામ સાંસદોને 28 અને 29 ડિસેમ્બરના રોજ સદનમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કરવામાં આવ્યું હતું. સાંસદોને કહેવામાં આવ્યું છે કે, તેઓ લોકસભા અને રાજ્યસભામાં ઉપસ્થિત રહે

muslim woman

ત્રણ તલાક વિરુદ્ધનું આ બિલ ગૃહમંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં અંતર મંત્રીસ્તરીય સમૂહે તૈયાર કર્યું છે, જે અનુસાર મૌખિક, લેખિત, એસએમએસ, વ્હોટસેપ કે અન્ય કોઇ રીતે એક સાથે ત્રણવાર તલાક કહી દેવાથી તલાક સ્વીકાર નહીં થાય. આમ કરવાવાળા વ્યક્તિને કડક સજા કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આવા વ્યક્તિને ત્રણ વર્ષની સજા થઇ શકે છે. મંત્રીમંડળે તો પહેલા જ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ ગત અઠવાડિયે જ સંસદમાં રજૂ થનાર હતું, પરંતુ પછી સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું હતું કે, આ બિલ આવતા અઠવાડિયે રજૂ થશે. તો બીજી બાજુ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ બિલને મહિલા વિરોધી કહ્યું છે. લખનઉમાં મળેલ બોર્ડની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, આ બિલમાં ત્રણ વર્ષની સજા ક્રિમિનલ એક્ટ છે અને ત્રણ તલાક પર કાયદો એ મહિલાઓની આઝાદીમાં દખલઅંદાજી છે.

English summary
Bill against triple talaq to be laid in Loksabha today. It is likely to be passed in the house as Congress hints support.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.