ગ્રાન્ડ વેડિંગ પ્લાન કરી રહ્યા છો? તો આ વાંચો

Posted By:
Subscribe to Oneindia News

લગ્નમાં તમામ લોકોની ઇચ્છા હોય છે કે તે તેમના દિકરા કે દિકરી લગ્ન ધામધૂમથી કરે. આમ પણ ગુજરાતમાં ગ્રાન્ડ વેડિંગ એક ફેશન ટ્રેન્ડ બની રહ્યો છે. ત્યારે આ તમામ ઝલસા તમારા ખિસ્સાને આવનારા દિવસોમાં ભારે પડી શકે છે. જો કે તેના કેટલાક સારા પાસા પણ છે. સંસદમાં બહુ જલ્દી જ એક પ્રસ્તાવ પારીત કરવામાં આવશે. જો તે સંસદમાં પસાર થઇ ગયો તો હવે કોઇ પણ 5 લાખ રૂપિયાથી વધારે રૂપિયા લગ્નમાં ખર્ચ કરશે તો તેણે 10 ટકા સુધીનો દંડ ભરવો પડશે. નોંધનીય છે કે દંડ દ્વારા જે રકમ મળશે તેનો ઉપયોગ ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન માટે કરવામાં આવશે.

marriage


આ વિવાહ (કંમ્પલ્સરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડીચર) વિધેયક 2016ને લોકસભામાં કોંગ્રેસ સાંસદ રંજીત રંજન દ્વારા રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે રંજીત રંજન સાંસદ પપ્પુ યાદવની પત્ની છે. અને આ પ્રસ્તાવને વ્યક્તિગત વિધયેક તરીકે સદનમાં લાવવામાં આવશે. સંસદના આવનારા સત્રમાં આ બિલ પર નિર્ણય કરવામાં આવશે. આ અંગે સાંસદ રંજીત રંજને જણાવ્યું કે લગ્ન તે બે લોકોની ખાનગી નિર્ણય છે પણ આજ કાલના સમયમાં લોકો તેને દેખાડો કરવાનો એક અવસર સમજી બેઠા છે.

Read also: શશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ

ત્યારે મોટા ખર્ચાના કારણે કેટલીક છોકરીઓના લગ્ન પણ અટકી જાય છે. ત્યારે ગરીબ પરિવારોની મદદ કરવા માટે આ દંડ ભરવો જરૂરી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલ આ બિલમાં કહ્યું છે કે હવે લગ્નના 60 દિવસોની અંદર રજિસ્ટ્રર કરાવવું પડશે. અને તે પછી જો તમારી લગ્નમાં 5 લાખથી વધુ રકમ ખર્ચવાનો ઇરાદો હોય તો ખર્ચની પૂરી સૂચના સાથે 10 ટકા રકમ સરકારી ખજાનામાં જમા કરાવવી પડશે.

English summary
Bill in Lok Sabha seeks cap on wedding guests and expenditure. Read here more.
Please Wait while comments are loading...