For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભપાતની સમય સીમા 24 સપ્તાહ સુધી વધારવા અંગેનુ બિલ રાજ્યસભામાં પાસ

રાજ્યસભામાં મંગળવારે ગર્ભવતી મહિલાઓને રાહત પહોંચાડનારુ એક બિલ પાસ કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજ્યસભામાં મંગળવારે ગર્ભવતી મહિલાઓને રાહત પહોંચાડનારુ એક બિલ પાસ કરવામાં આવ્યુ. બિલ હેઠળ ગર્ભપાત કરાવવાની મહત્તમ સીમા વર્તમાન સમય સીમા (20 સપ્તાહ)થી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે. લોકસભામાં આ બિલ પહેલા જ પાસ કરવામાં આવી ચૂક્યુ છે. બિલ પાસ થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કરીને કહ્યુ કે, 'આ બિલ મહિલાઓની ગરિમા અને તેમના અધિકારોની રક્ષા કરશે.'

રાજ્યભામાં ધ્વનિ મતથી પાસ થયુ બિલ

રાજ્યભામાં ધ્વનિ મતથી પાસ થયુ બિલ

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 'ધ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી(સુધારા) બિલ 2020' ને મંગળવારે રાજ્યસભામાં રજૂ કર્યુ જેને ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યુ. બિલ એ પણ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને માનવીય અધિકાર પર સુરક્ષિત અને કાનૂની ગર્ભપાત કરાવવા માટે ચિકિત્સકીય સેવાઓ મળે. બિલ પર ચર્ચા કરીને ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યુ કે આ બિલને ઘણા લોકો અને સમૂહો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બિલ લાંબા સમયથી પેન્ડીંગ હતુ અને તેને ગયા વર્ષે લોકસભામાં પાસ કરવામાં આવી ચૂક્યુ છે. તેમણે કહ્યુ કે આ બિલ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સુધારાની માંગ કરે છે. આમાં મહિલાઓને વિશેષ પરિસ્થિતિમાં 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવાની જોગવાઈ છે પરંતુ તે કોઈ વર્ગ વિશેષનુ વર્ણન નથી કરતુ.

ગંભીર બિમારીથી પીડિત કે દુષ્કર્મ પીડિતા ગર્ભપાત કરાવવામાં મુશ્કેલી

ગંભીર બિમારીથી પીડિત કે દુષ્કર્મ પીડિતા ગર્ભપાત કરાવવામાં મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે ગર્ભપાત સાથે સંબંધિત વર્તમાન કાયદાના કારણે કોઈ ગંભીર બિમારીથી પીડિત મહિલા કે દુષ્કર્મ પીડિતા ગર્ભપાત કરાવવામાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડતુ હતુ. મહિલાનો ગર્ભપાત ગર્ભ ધારણ કર્યાના 20 સપ્તાહ બાદ નહોતો કરી શકાતો. વર્તમાન કાયદા મુજબ જો ગર્ભપાત 12 સપ્તાહની અંદર કરવામાં આવે તો તેના માટે એક ડૉક્ટરની સલાહની જરૂર પડતી હતી અને જો ગર્ભપાત 12થી 20 સપ્તાહમાં કરવામાં આવે તો તેના માટે 2 ડૉક્ટરોની સલાહની જરૂર પડતી હતી. જ્યારે આ બિલ અનુસાર ગર્ભધારણના 20 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવા માટે 1 ડૉક્ટરની સલાહની જરૂર પડશે અને અમક શ્રેણીઓમાં મહિલાઓને 20થી 24 સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટે 2 ડૉક્ટરોની સલાહની જરૂર પડશે.

બાળક સ્વસ્થ પેદા નહિ થાય એવી ખબર હોવા છતાં ગર્ભપાત નહોતો કરાવી શકાતો

બાળક સ્વસ્થ પેદા નહિ થાય એવી ખબર હોવા છતાં ગર્ભપાત નહોતો કરાવી શકાતો

રાજ્યસભા સભ્યોના એક વર્ગે આ બિલને સંસદની પ્રવર સમિતિને મોકલવાની માંગ કરી પરંતુ માંગને ધ્વનિ મતથી ફગાવી દેવામાં આવી. વળી, વિશેષજ્ઞોએ આ બિલને પાસ થવા પર કહ્યુ કે ગર્ભપાત કાયદામાં ફેરફારની બહુ જરૂર હતી. તેમણે કહ્યુ કે, 'ઘણી વાર તમને ગંભીર જન્મજાત અસામાન્યતા સાથે ગર્ભધારણ થઈ જાય છે પરંતુ ગર્ભધારણની સીમા 20 સપ્તાહથી વધુ છે માટે અમે ગર્ભપાત નહોતા કરી શકતા પછી ભલે અમને એ ખબર હોય કે બાળક સ્વસ્થ પેદા નહિ થાય તો પણ.' આ બિલમાં ભ્રૂણની અસામાન્યતાઓના મામલાઓમાં 24 સપ્તાહ બાદ ગર્ભપાતનો નિર્ણય લેવા માટે રાજ્ય સ્તરે મેડિકલ બોર્ડ સ્થાપિત કરવાની પણ જોગવાઈ છે.

SC, ST અને OBCને દંડિત કરી રહી છે સરકારઃ રાહુલ ગાંધીSC, ST અને OBCને દંડિત કરી રહી છે સરકારઃ રાહુલ ગાંધી

English summary
Bill to extend abortion time limit to 24 weeks passed in Rajya Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X