For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિન સચિવાલયનું પેપર થયું હતું લીક, FSL રીપોર્ટમાં પેપર લીકના પુરાવા સાચા હોવાનો ખુલાસો

17 નવેમ્બરના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા.

|
Google Oneindia Gujarati News

17 નવેમ્બરના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. આ મામલે રચાયેલી SIT કમિટીને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. SIT કમિટીએ રજુ કરેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલય પરીક્ષા રદ્દ થઈ શકે છે. SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મળેલી બેઠકમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

Paper Leake

આ પહેલા 4 ડિસેમ્બરના રોજ પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. જેને પગલે રાજ્ય સરકારે 5 ડિસેમ્બરના રોજ SITની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે રચેલી SIT સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં આંદોલનકારીઓએ પેપરલીકના તેમજ ગેરરીતિના પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમજ પુરાવારૂપે આપેલા મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપ

English summary
Bin sachivalay paper leak: FSL report reveals evidence of paper leak and CCTV footage is true
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X