For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂરબીનથી EVM પર રાખેલી બાજ નજર પણ કામ ના આવી, યોગેશ વર્મા પાછળ ચાલી રહ્યા છે

દૂરબીનથી EVM પર રાખેલી બાજ નજર પણ કામ ના આવી, યોગેશ વર્મા પાછળ ચાલી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપને પૂર્ણ બહુમત મળી રહ્યું છે. ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં બહુમતનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. જ્યારે સપા બીજા નંબર પર છે. મેરઠની હસ્તિનાપુર વિધાનસભા સીટ પર મુકાબલો રસપ્રદ બન્યો છે.

સપાના યોગેશ વર્મા પાછળ

સપાના યોગેશ વર્મા પાછળ

હસ્તિનાપુર વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાના ધારાસભ્ય દિનેશ ખટીક પર ભરોસો જતાવ્યો છે. કોંગ્રેસે મૉડલ અર્ચના ગૌતમને ચૂંટણી મુકાબલામાં ઉતાર્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી યોગેશ વર્મા ચૂંટણીના અખાડામાં ઉતર્યા છે. શરૂઆતી ટ્રેન્ડ્સમાં હસ્તિનાપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના દિનેશ ખટીક 1831 વોટથી આગળ ચાલી રહ્યા છે. ચાર રાઉન્ડની મતગણતરી બાદ તેમને 8172 વોટ મળ્યા છે. ત્રીજા સ્થાન પરહ બસપાના સંજીવ કુમાર ચાલી રહ્યા ચે. તેમને 1150 વોટ મળ્યા છે. કોંગ્રેસની અર્ચના ગૌતમ સૌથી પાછળ ચાલી રહ્યાં છે.

2017ની ચૂંટણીમાં બસપાની ટિકિટ પર લડ્યા હતા યોગેશ વર્મા

2017ની ચૂંટણીમાં બસપાની ટિકિટ પર લડ્યા હતા યોગેશ વર્મા

જનપદ અંતર્ગત આવતી આ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. હસ્તિનાપુરથી 2017માં ભાજપના દિનેશ ખટીકે બાજી મારી હતી. પાર્ટીએ ફરી એકવાર તેમના પર ભરોસો જતાવતાં આ સુરક્ષિત વિધાનસભા ક્ષેત્રથી મેદાનમાં ઉતાર્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખટીકે બસપાના યોગેશ વર્માને 36062 વોટથી માત આપી હતી. દિનેશ ખટીકને 99436 વોટ મળ્યા હતા, જ્યારે બીજા નંબર પર રહેલ બસપાના યોગેશ વર્માને 63374 વોટ મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રભુ દયાલને 48979 વોટ મળ્યા હતા.

દૂરબીનથી ઈવીએમ પર નજર રાખી રહ્યા હતા યોગેશ વર્મા

દૂરબીનથી ઈવીએમ પર નજર રાખી રહ્યા હતા યોગેશ વર્મા

સપા ઉમેદવાર યોગેશ વર્મા દૂરબીનથી ઈવીએમ પર નજર રાખી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં ઈવીએમ રાખ્યાં છે ત્યાં તેઓ દૂરબીનથી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. દૂરબીનથી છત અને આસપાસના સમગ્ર વિસ્તારો પર અમે બાજ નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સપા કાર્યકર્તાઓ માટે 8-8 કલાકની 3 શિફ્ટ બનાવવામાં આવી છે, જેના આધારે તેઓ તેનાત ચે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોની દેખરેખ માટે અલગથી ટીમ લગાવવામાં આવી છે.

English summary
Even the eagle eye kept on EVM through binoculars did not work, Yogesh Verma trailing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X