જાણો કોણ છે યોગી આદિત્યનાથ?, જે છે યુપીના નવા CM

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં ભાજપને પહેલી વાર ભારે બહુમત મળ્યો છે. તે પછી ઉત્તર પ્રદેશના સીએમ પદની દાવેદારી માટે અનેક અટકળો કરવામાં આવી હતી. પણ લખનઉમાં શનિવારે જે વિધાયકોની બેઠક મળી હતી, તેમાં યોગી આદિત્યનાથને યુપીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મહંત યોગી આદિત્યનાથ કોણ છે, જે આજે ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે તે અંગે વધુ જાણો અહીં...

yogi adityanath

જન્મ
યોગી આદિત્યનાથનો જન્મ જૂન 5 1972માં અજય સિંહ નામે થયો હતો. આદિત્યનાથ ગોરખપુરના સાંસદ છે. અને પાંચ વાર તે ગોરખપુરથી જીતીને આવ્યા છે. યોગી આદિત્યનાથ ગોરખપુર મઠના મહંત છે.
રાજકીય કારર્કિર્દી
રાજપૂત પરિવારમાંથી આવતા આદિત્યનાથ 26 વર્ષેની ઉંમરે સૌથી નાની વયના 12મી લોકસભાના યુવા સદસ્ય બન્યા હતા. જો કે વર્ષ 2005 પછી યોગી આદિત્યનાથ અવાર નવાર અનેક કારણોના લીધે ચર્ચામાં રહેતા હતા. હિંદુત્વને લઇને તેમના વિવાદાસ્પદ નિવેદનોએ હંમેશા તેમને સમાચારોમાં લાવ્યા છે.
વિવાદો અને યોગી
2015માં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જે લોકો સૂર્ય નમસ્કાર જેવા યોગનો વિરોધ કરી રહ્યા છે તેમણે દેશ છોડીને જતા રહેવું જોઇએ. વળી તેમણે બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાનની તુલના લશ્કર એ તોયબાના આંતકી હાફીઝ સૈયદ જોડે પણ કરી હતી. જે અંગે પણ મોટો વિવાદ થયો હતો. વધુમાં યોગી આદિત્યનાથ અનેક વાર ખાન ત્રિપુટીનો બાયકોટ કરવાનું પણ કહી ચૂક્યા છે.
ચૂંટણી પહેલા
નોંધનીય છે કે 2007ની ચૂંટણી પહેલા પણ યોગી આદિત્યનાથની માંગણીઓને લઇને ભાજપ અને તેમના સમર્થકો વચ્ચે અણબન થઇ ચૂકી છે. જો કે પાછળથી આરએસએસે દ્વારા આ અંગે સમાધાન કરવામાં આવ્યું હતું. આ પહેલા વર્ષ 2010માં પણ પાર્ટી અને આદિત્યનાથ આમને સામને આવ્યા હતા. ત્યારે આજે આદિત્યનાથની ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવતા ભાજપ દ્વારા એક હિંદુત્વવાદી ચહેરાને યુપીમાં રજૂ કરવામાં આવ્યો હોય તેમ મનાય છે.

English summary
Read here biography and Controversies of UP new CM Yogi Adityanath
Please Wait while comments are loading...