For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિપિન રાવતના Mi-17V5 હેલિકોપ્ટરનો ફ્લાઇટ ડેટા અને કોકપિટ વોઇસ રેકોર્ડર રિકવર કરાયા!

તમિલનાડુના કન્નુર વિસ્તારમાં Mi-175 હેલિકોપ્ટર ક્રેશ થતાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : તમિલનાડુના કન્નુર વિસ્તારમાં Mi-175 હેલિકોપ્ટર ક્રેશ થતાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા Mi-17V5 હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડર સ્થળ પરથી મળી આવ્યું છે. આ દરમિયાન તમિલનાડુમાં દુર્ઘટના પહેલા બિપિન રાવતના હેલિકોપ્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને સ્થાનિક લોકોએ રેકોર્ડ કર્યો છે. ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાનીમાં તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ વિભાગની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી.

bipin rawat

તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બર બુધવારના રોજ તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુરમાં એરફોર્સનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા ઉપરાંત 12 અન્ય લોકો તેમાં સવાર હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે હેલિકોપ્ટરના માત્ર બળી ગયેલા ભાગો જ મળી આવ્યા હતા, જ્યારે તેમાં સવાર તમામ 13 લોકો મૃત્યુ પામ્યા હતા, માત્ર એક આર્મી સૈનિકને બચાવી શકાયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હી કેન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમનો પાર્થિવ દેહ આવતીકાલે સાંજ સુધીમાં લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે આર્મી હેડક્વાર્ટરથી મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવશે. આ પછી, લોકોને સવારે 11 થી 2 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ એક અંતિમયાત્રા કાઢવામાં આવશે, જે કામરાજ માર્ગથી દિલ્હી છાવણીના બેરાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધી જશે. ભારતીય વાયુસેનાએ આજે ​​જણાવ્યું હતું કે, તામિલનાડુના કુન્નુરમાં બુધવારે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 11 સશસ્ત્ર દળના જવાનો માર્યા ગયા હતા.

English summary
Bipin Rawat's Mi-17V5 helicopter flight data and cockpit voice recorder found!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X