For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

162 બેઠકો સાથે લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે : સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબર : આગામી પાંચ વર્ષ સુધી કેન્દ્રમાં કોની સત્તા રહેશે તેનો નિર્ણય લોકસભા ચૂંટણી 2014માં થવાનો છે. સત્તાની આ સ્પર્ધામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટ્ટર મુકાબલો થવાનો છે. આ વખતની લોકસભા ચૂંટણીઓમાં સ્થાનિક પાર્ટીઓ પણ મજબૂત પરિબળ તરીકે ઉભરી રહી છે. તેના કારણે કેન્દ્રમાં કોની સરકાર રચાશે તેની ચાવી સ્થાનિક પક્ષો પાસે છે. આ અંગે લોકોનો મિજાજ જાણવા માટે સમયાંતરે વિવિધ સર્વેક્ષણ થઇ રહ્યા છે. આ અંગે થયેલા લેટેસ્ટ સર્વેના તારણ મુજબ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએને પાછળ ધકેલીને ભાજપની આગેવાનીવાળું ગઠબંધન એનડીએ આગળ નીકળી જવાનું છે.

સી વોટર સર્વેના જણાવ્યા અનુસાર આગામી લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીનું મેજિક કામ કરવાનું છે. ભાજપ પોતાની તાકાત પર ઓછામાં ઓછી 162 બેઠકો જીતી લેશે. જ્યારે કોંગ્રેસ આ બાબતમાં પાછળ રહી જશે.

political-party-of-india

આ સર્વેક્ષણ 16 ઓગસ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન 24,284 લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન એક ખાનગી ચેનલ દ્વારા કરાવવામાં આવેલા રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણમાં આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં કોંગ્રેસને ભારે નુકસાન થતું દર્શાવવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 2009માં આ રાજ્યોમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.

સર્વેના તારણ સૂચવે છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપને સારો લાભ થશે, જ્યારે રાજસ્થાનમાં તેને સત્તા મળી શકે એમ છે. આ દરમિયાન નવેમ્બર ડિસેમ્બર દરમિયાન થનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં લોકસભા ચૂંટણીનું સેમિફાઇનલ રમાશે.

આ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે એનડીએને લોકસભા ચૂંટણીમાં 186 બેઠકો મળવાની આશા છે. યુપીએને 117 બેઠકો મળી શકે છે. આ વખતની ચૂંટણીઓમાં જે સ્થાનિક પાર્ટીઓનો પ્રભાવ વધશે તેમાં અન્નાદ્રમુક, સપા, બસપા, ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, બીજેડી, વાઇએસઆર કોંગ્રેસ અને ટીઆરએસનો સમાવેશ થાય છે.

English summary
BJP be single largest party in Lok Sabha Election 2014 : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X