For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારની ગોલા ગોકર્ણનાથ સીટ પર લહેરાયો ભગવો, અમનગીરીની જીત

ભાજપના ધારાસભ્ય અરવિંદગીરીના નિધન બાદ ખાલી પડેલી સીટ માટે ગોલા ગોકર્ણનાથમાં પેટાચૂંટણી યોજાઇ હતી. ભાજપે આ પેટાચૂંટણીમાં ભારતીય જનતાએ સમાજવાદી પાર્ટીને કારમી હાર આપી હતી.

|
Google Oneindia Gujarati News

ભાજપના ધારાસભ્ય અરવિંદગીરીના નિધન બાદ ખાલી પડેલી સીટ માટે ગોલા ગોકર્ણનાથમાં પેટાચૂંટણી યોજાઇ હતી. ભાજપે આ પેટાચૂંટણીમાં ભારતીય જનતાએ સમાજવાદી પાર્ટીને કારમી હાર આપી હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમનગીરીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તીવારીની 33 હજારથી વધુ મતોથી હાર આપી છે.

આ પ્રસંગે અમનગીરીએ જણાવ્યું હતું કે, પિતાના તમામ સાથીઓએ સહયોગ કર્યો છે. દરેક વર્ગના સહયોગને કારણે મારી જીત થઇ છે. હું મારા પિતાના અધુરા સપના પુરા કરીશ.

3 નવેમ્બરે યોજાઈ હતી પેટાચૂંટણી

3 નવેમ્બરે યોજાઈ હતી પેટાચૂંટણી

ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠક માટે નવા ધારાસભ્ય માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 57.35 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. અરવિંદગીરીના પુત્ર અમનગીરી ભાજપ તરફથી મેદાન ઉતારવામાં આવ્યા હતા.

આવા સમયે સમાજવાદી પાર્ટીએ વિનય તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત પાંચ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા. આવા સમયે, બસપા અને કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.

સપા ઉમેદવાર વિનય તિવારીને 34,298 મતોથી હરાવ્યા

સપા ઉમેદવાર વિનય તિવારીને 34,298 મતોથી હરાવ્યા

પેટાચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે. આ સીટ પર ભાજપે સપાને 34,298 વોટથી હરાવ્યું છે. સપાના ઉમેદવાર વિનય તિવારીએ જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણી લડી રહી છે લોકો નહીં. જનતાના જનાદેશનો સ્વીકાર.

ઉલ્લેખનીય છે કે, આ જીત સાથે અમનગીરીએ તેના પિતાની જીતને પણ પાછળ છોડી દીધી છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય અરવિંદગીરી 29,274 મતોથી જીત્યા, જ્યારે તેમના પુત્ર અમન ગિરીએ સપા ઉમેદવાર વિનય તિવારીને 34,298 મતોથી હરાવ્યા છે.

ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ મૌર્યએ આપ્યા અભિનંદન

ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ મૌર્યએ આપ્યા અભિનંદન

એક ટ્વીટમાં ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અમનગીરીને તેમની જીત પર અભિનંદન આપતા લખ્યું હતું, ગોલા ગોકર્ણનાથ વિધાનસભા પેટાચૂંટણી 2022માં, ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અમનગીરી, તમને જીતવા બદલ હાર્દિક અભિનંદન.

જાગી બહુમતિ સાથે અને તમારા ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ ગોલા વિધાનસભાના ઇશ્વર સમાન લોકોનો ફરીથી આશીર્વાદ આપવા બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

English summary
bjp candidate Amangiri won Gola Gokarnnath by election in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X