Delhi Election 2025 : દિલ્હી ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારો લગભગ નક્કી, જાણો કેજરીવાલ સામે કોણ?

Delhi Assembly Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

આ ક્રમમા બીજેપી જલ્દી તેના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. તમામ લોકોની નજર અરવિંદ કેજરીવાલ સામે બીજેપી કોને ઉતારશે તેના પર ટકેલી છે.

Delhi Election 2025

અહેવાલો અનુસાર, દિલ્હી ચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે અને જલ્દી તેને જારી કરી શકે છે. ભાજપ દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર એક સાથે ઉમેદવારો જાહેર કરશે તેવી સંભાવના ઓછી છે.

સૂત્રો અનુસાર, બીજેપી તેની પ્રથમ યાદીમાં 25 થી 28 ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પહેલા જ આમ આદમી પાર્ટી તમામ 70 અને કોંગ્રેસ 47 ઉમેદવારો જાહેર કરી ચુકી છે.

દિલ્હીમાં બીજેપીને છેલ્લા 27 વર્ષથી લોકો જાકારો આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અને છેલ્લી બે ચૂંટણીથી આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. આ સ્થિતિમાં 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અહીં પણ બીજા રાજ્યોની જેમ જીતવા માટે હથકંડા અપનાવી શકે છે.

જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે હજુ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. બહુ જલ્દી જાહેર થઈ શકે છે.

સૂત્રો અનુસાર, ભાજપના ઉમેદવારોની યાદી 2 જાન્યુઆરીએ રાત્રે જાહેર થવાની હતી પરંતુ હવે તે આજે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

બીજેપી નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ સાહિબ સિંહ વર્માને મેદાનમાં ઉતારી શકે છે. દિલ્હીના પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર નેતા પ્રવેશ વર્મા હાલમાં દિલ્હી પશ્ચિમથી સાંસદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X