ભાજપ પશ્ચિમ બંગાળ પ્રમુખ સુકાંત મજુમદાર અને અન્ય કાર્યકર્તાઓ લેવાયા પોલીસ કસ્ટડીમાં
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ સુકાંત મજુમદાર અને અન્ય કાર્યકર્તાઓ કસ્ટડીમાં લેવાયા.
BJP Chief In Police Custody: પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદાર અને પાર્ટીના કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ લોકો મંજૂરી વિના ગંગા આરતી કરવા માટે કોલકત્તાના ઘાટ પર પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ આ લોકો મંજૂરી વિના ઘાટ પર જવાનો પ્રયત્ન કર્યો હતો.

ભાજપ અધ્યક્ષે લીધી નહોતી મંજૂરી
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ સપ્તાહે ગંગાસાગર મેળાની શરુઆત થવા જઈ રહી છે. આ પ્રસંગે ગંગા આરતી કાર્યક્રમ કરવાની ભાજપ અધ્યક્ષે મંજૂરી લીધી નહોતી. આ બધા લોકો બાબુઘાટ પહોંચ્યા હતા. આ લોકોની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી, જે બાદ ભાજપના ઘણા કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પોલીસ સાથે થયુ ઘર્ષણ
ભાજપે જાહેરાત કરી છે કે તે રાજ્યમાં આગામી ગંગાસાગર મેળાના અવસર પર ગંગા આરતી કરશે. પરંતુ કોલકત્તા પોલીસે આ લોકોને અહીં આવવા દીધા ન હતા. કોલકાતામાં જી20 સમિટને કારણે ઘણા ભારે વાહનો અને ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે પોલીસે ભીડ અને ટ્રાફિકને ટાંકીને આ લોકોને અહીં આવવા દીધા ન હતા. જ્યારે ભાજપના કાર્યકરો કાર્યક્રમ જોવા બાબુઘાટ પહોંચ્યા ત્યારે આ લોકોનુ પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ.
'પોલીસે અમારો કાર્યક્રમ યોજવા ન દીધો'
સુકાંત મજુમદારે બાદમાં બાબુઘાટ વિસ્તારમાં પહોંચીને ગંગા આરતી કરી. તેમણે કહ્યુ કે જ્યારે પણ ભાજપ કોઈ કાર્યક્રમનુ આયોજન કરે છે ત્યારે પોલીસ તેને મંજૂરી આપતી નથી. અમે દર વર્ષે ગંગાસાગર મેળા દરમિયાન આ કાર્યક્રમ કરીએ છીએ. પરંતુ પોલીસે નજીવા કારણો દર્શાવીને અમારો કાર્યક્રમ યોજવા દીધો ન હતો. અમે પોલીસ પાસે પરવાનગી માંગી હતી, આ વિસ્તાર સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે, પોલીસે જી20 સમિટના સમયપત્રકને ટાંકીને પરવાનગી આપી ન હતી.
'ભાજપ રાજકારણ કરી વાતાવરણ બગાડી રહ્યુ છે'
તેમણે વધુમાં કહ્યુ કે અમારો કાર્યક્રમ સ્થળથી દૂર બાબુઘાટ ખાતે યોજાવાનો હતો. ટીએમસીના કહેવા પર પોલીસે અમને અહીં આવતા રોક્યા. સુકાંતે ધરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. બીજી તરફ ટીએમસી નેતા દેવાંશુ ભટ્ટાચાર્યએ કહ્યુ કે પોલીસે મંજૂરી કેમ ન આપી, તેની અમારી સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ રાજકારણ કરી વાતાવરણ બગાડી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
