ભાજપે અમારા ઘોષણાપત્રની નકલ કરી છે: રાહુલ ગાંધી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ઉદયપુર, 11 એપ્રિલ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપે) અમારી પાર્ટીના ઘોષણાપત્રની નકલ કરી છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે એક રેલીમાં ભાજપનો 'ફૂગ્ગો' ફૂટી જશે, જેમ કે 2004 અને 2009ની સામાન્ય ચૂંટણીમાં થયું હતું.

રાહુલ ગાંધી જયપુરથી 400 કિમી દૂર ઉદયપુરમાં એક રેલીમાં કહ્યું હતું કે અમને ઘોષણાપત્ર બનાવવામાં છ મહિના લાગ્યા. તેને તૈયાર કરવા માટે અમે દેશભરમાં ફર્યા, લોકોને મળ્યા અને જાણ્યું કે તે શું ઇચ્છે છે. તેમની માંગણીઓ અને જરૂરિયાતોને સમજતાં અમે અમારું ઘોષણાપત્ર તૈયાર કર્યું પરંતુ ભાજપે અમારા ઘોષણાપત્રની નકલ કરી લીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ફક્ત હાથના ચિહ્નને હટાવી કમળ લગાવી દિધું અને ઘોષણાપત્ર જાહેર કરી દિધું.

તેમણે કહ્યું કે તે એક રેંક એક પેન્શનની વાત કરે છે, જ્યારે અમે તેને લાગૂ કરી દિધી છે. તે વિનિર્માણ કોરીડોર બનાવવાની વાત કરે છે જ્યારે અમે ઔદ્યોગિક કોરીડોર પર કામ શરૂ કરી દિધું છે.

rahul-modi

નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધી કહ્યું કે ભાજપનો એક માત્ર ઉદ્દેશ્ય સંઘ (આરએસએસ)ના એક પૂર્વ પ્રચારકને જેમતેમ કરીને વડાપ્રધાન પદ પર બેસાડવાનો છે. તેમણે કહ્યું કે તેમણે એ વાતની ચિંતા નથી કે દેશમાં ગરીબી છે અને હજુ સુધી લોકો ભૂખે મરી રહ્યાં છે. તે ફક્ત 'એક વ્યક્તિ' માટે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે.

આ પહેલાં ઝંઝુનમાં એક રેલીને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ભાજપે 2004 અને 2009માં દેશને ગેરમાર્ગે દોર્યો હતો, પરંતુ તેનો ફૂગ્ગો ફૂટી ગયો. યુપીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે 15 કરોડો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે. આ નાનું કામ નથી, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નબળા, ગરીબો, અને ખેડૂતો માટે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારામાં અને વિપક્ષમાં એક અંતર છે. અમે બધાની ચિંતા કરીએ છીએ, પરંતુ પસંદીદા લોકો માટે રાજકારણ કરે છે. તે ગુજરાતના વિકાસ વિશે વાત કરે છે અને ગરીબો, દલિતો અને મહિલાઓને અધિકાર આપવા વિશે વાત કરે છે. રાહુલ ગાંધીએ ગુજરાતના વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસીથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું.

નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હું (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન બનવા માંગતો નથી, હું ચોકીદાર બનવા માંગુ છું. તેમના આ નિવેદન પર ટિપ્પણી કરતાં રાહુલ ગાંધીએ તેમનું નામ લીધા વિના ભાજપ તિજોરીના ચોકીદાર વિશે વાત કરે છે, પરંતુ મેં સાંભળ્યું છે કે ચોકીદાર પણ ચોરી કરે છે. અમે (કોંગ્રેસ) બધા ભારતીયોને સશક્ત બનાવવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચાર વિશે વાત કરે છે. પરંતુ તેને પોતાના શાસનવાળા રાજ્યોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર દેખાતો નથી. આ અવસર પર રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે પણ રેલીને સંબોધિત કરી.

English summary
Rahul Gandhi today accused BJP of copying Congress' election manifesto and asked the opposition party to elaborate on its promises to curb corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X